________________
પંચાસ્તિકાય
છે. વસ્તુને સમજવા જ્ઞાની પુરુષએ કેટલા વિચાર કર્યા છે! બહુ વિચાર કરીને કહ્યું છે. भावस्स णत्थि णासो पत्थि अभावस्स चेव उप्पादो। गुणपज्जयेसु भावा उप्पादवए पकुव्वंति ॥१५॥ भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पादः । गुणपर्यायेषु भावा उत्पादव्ययान् प्रकुर्वन्ति ॥१५।।
અર્થ : ભાવને નાશ થતું નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણ પર્યાયના સ્વભાવથી
થાય છે.
વિવેચન : જે દ્રવ્ય હોય તેને નાશ ન થાય અને જેને અભાવ છે તેને હેય. એક સમયે જુદા હોય તે સદા જુદા જ હેય. સમસ્ત પદાર્થો અનાદિ અનંત છે. કેવળ નાશ કે ઉત્પાદ નથી. ફેરફાર થાય છે તે ગુણના પર્યાયમાં થાય છે. પર્યાયને લઈને હર્ષશેક થાય છે. મરણથી શેક થાય છે, પણ જીવ નિત્ય છે અને પરમાણુ પણ નિત્ય છે. પર્યાયરૂપ અવસ્થામાં મેહ છે તેથી ખેદ થાય છે. તે અવસ્થા હેવાથી પિતાને સ્વાર્થ સધાતું હતું તે સધાતું નથી તેને ખેદ છે. દ્રવ્યના ગુણ તે તે જ રહે છે, માત્ર ગુણના પર્યાયમાં ફેરફાર થાય છે. મેક્ષને કામી થતાં તે માટે પ્રયત્ન કરે તે પરમાર્થ કહેવાય છે. જ્ઞાની પણ કર્મ ક્ષય કરવા જીવે છે તેને સ્વાર્થ અથવા પરમાર્થ કહેવાય છે. भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो। सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ॥१६॥