________________
પંચાસ્તિકાય
दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि । अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा ॥१३॥ द्रव्येन विना न गुणा गुणैव्यं विना न सम्भवति । अव्यतिरिक्तौ भावो द्रव्यगुणानां भवति तस्मात् ॥१३॥
અર્થ દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બનેનો-દ્રવ્ય અને ગુણને અભિન્ન ભાવ તેથી છે.
વિવેચન : દ્રવ્ય એટલે બધાય ગુણને સમૂહ બધાય ગુણેનું એકઠું નામ દ્રવ્ય છે. દ્રવ્યથી ગુણ જુદા છે એમ નથી, પણ સમજાવવા માટે જુદા કહેવાય છે. सिय अस्थि णस्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं । दव्वं खु सत्तभंगं आदेसवसेण संभवदि ॥१४॥ स्यादस्ति नास्त्युभयमवक्तव्यं पुनश्च तत्रितयं । द्रव्यं खलु सप्तभङ्गमादेशवशेन सम्भवति ॥१४॥
અર્થ : સ્યાત્ “અસ્તિ”, “સ્વાતુ નાસ્તિક “સ્માત અસ્તિ નાસ્તિ”, “સ્થાત્ અવક્તવ્ય, સ્યાત્ “અતિ અવક્તવ્યું, “સ્યાત્ નાસ્તિ અવક્તવ્યું, “સ્થાત્ અસ્તિ નાસ્તિ અવકતવ્ય એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે.
વિવેચન : કોઈ પણ પદાર્થને જાણવા માટે સાત પ્રકાર છે. આત્મા પિતાના દ્રવ્ય ક્ષેત્રકાળભાવની અપેક્ષાએ છે, પરના દ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાઓ નથી. પિતાની અને પરની અપેક્ષાએ અસ્તિ નાસ્તિ બેઉ એક સમયે છે. તે કહી શકાય નહીં માટે અવક્તવ્ય છે એમ સમભંગી થાય