________________
ge
જ્ઞાનગોષ્ટિ
પ્રક્રિયા બંધ થઈને ‘થવાની’ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. થવું + કર્તૃત્વનું અભિમાન = કરવું. જે કાર્ય સ્વયમેવ ‘થાય છે’ તેમાં ‘કર્તૃત્વનું અભિમાન’ ઉમેરતાં તેને ‘મેં કર્યું’ એમ કહેવાય છે. ‘કરવા’માંથી કર્તૃત્વનું અભિમાન કાઢી નાંખવાનું નામ ‘થયું’ છે.
રુચિની તીવ્રતાથી થતા રસના પરિપાકમાં બુદ્ધિપૂર્વક કાંઈ કરવાનું નથી. તે પરિપાક વધતાં વધતાં કરણલબ્ધિના પહેલા સમય સુધી પહોંચી જાય છે ત્યારે પરિણામોની ઉગ્રતાની તારતમ્યતાની અપેક્ષાએ અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા ત્રણ કરણો કહેવાય છે.
માની લો કે દસ જીવોએ ૧૦ કલાક અને ૧ સમયે કરણલબ્ધિમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ ૧૦ કલાક અને ૧૦ સમયે બીજા દસ જીવોએ કરણલબ્ધિમાં પ્રવેશ કર્યો. એમ બની શકે છે કે એક જીવની ચાલ એટલી મંદ હોય કે બીજો જીવ તેની સાથે આવી જાય. એટલે કે જે જીવે ૧૦ કલાક ૧૦ સમયે પ્રવેશ કર્યો હતો તે ૧૦ કલાક ૧ સમયે પ્રવેશ કરેલા જીવની સાથે આવી જાય. પરિણામોની ઉગ્રતા કે મંદતાને કારણે ઉપરવાળો (અધઃ) જીવ નીચેવાળા જીવનો સાથ કરી લે તેને અધઃકરણ કહે છે. જો પહેલાં પ્રવેશેલાં જીવની ચાલ એટલી તેજ હોય કે પ્રતિસમય અપૂર્વ અપૂર્વ પુરુષાર્થ થાય કે જેથી પાછળથી પ્રવેશેલો જીવ તેની સાથે કદી ન થઈ શકે તેને અપૂર્વકરણ કહે છે. જો કરણલબ્ધિમાં એક સમયે પ્રવેશેલાં બધાં જીવોના પરિણામોની તીવ્રતા એટલી હોય કે કોઈ આગળપાછળ થયા વગર કરણલબ્ધિના અંત સુધી પહોંચી જાય, તેને અનિવૃત્તિકરણ કહે છે. અનિવૃત્તિ એટલે જેમાં પરસ્પર ભેદ ન પડે.
અનિવૃત્તિકરણના અંતમાં મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો નાશ થાય છે અને તેને સમ્યગ્દર્શન તથા આત્માનુભૂતિ થાય છે.