________________
૭૬
-- દ્રષ્ટિનો વિષય મુખેથી એ વિષયની બધી વાતો પણ સાંભળી લે. પછી તેને હાર્ટનો નકશો કાગળ પર અને ત્યાર બાદ માટીનો નક્શો (મોડેલ) પણ સમજવો પડશે. પછી દેડકાનું શરીર ખોલીને જવું પડશે. આ બધું સમજવામાં ૮ થી ૧૦ વર્ષ લગાવવા પડશે. પછી કોઈનું ઓપરેશન અનુભવી દાક્તર કરતો હશે તેની બાજુમાં ઊભા રહીને જવું પડશે. આ બધું કર્યા બાદ જ તેને કોઈના હાર્ટનું ઓપરેશન કરવાની છૂટ મળશે.
તૈયારીની આ બધી પ્રક્રિયાઓ વિકલ્પાત્મક જ્ઞાનની છે. ત્યાર પછી જ તેને હાર્ટના ઓપરેશનની જેમ ખરેખર અનુભવ કરવાની છૂટ મળશે. માટે વિકલ્પાત્મક જ્ઞાનમાં પહેલાં સાચો અને પાકો નિર્ણય કરવો જ પડશે. એમાં જરાપણ ભૂલ ચાલશે નહિ. ભલે એમાં ૧૦-૨૦ વર્ષ નીકળી જાય, પરંતુ ત્યાર બાદ જ આત્માના અનુભવનો સાચો પ્રયત્ન થઈ શકશે.
૯. પ્રશ્ન:- આ સમજ્યા પછી અમે આત્માનો અનુભવ કેવી રીતે કરીએ ?
ઉત્તર:- આ કરવાની ચીજ નથી, “થવાની ચીજ છે. એ તો એની મેળે થાય છે, એને કરાતી નથી. એ પ્રક્રિયામાં બુદ્ધિપૂર્વક કાંઈ કરવાનું નથી, એ “ઓટોમેટીક પ્રક્રિયા છે. જેમ ખાવાનું ખાધા પછી તેને પચાવવા માટે આપણે કાંઈ કરવાનું નથી. કરવાની વિધી તો એ જ છે કે આપણે તત્વજ્ઞાનનો નિર્ણય કરીએ. એ નિર્ણય કરવાની બે રીત છે
૧. શાસ્ત્રો વાંચીને, ૨. ગુરુમુખેથી સાંભળીને.
સાંભળવાની પણ વિધી છે, જે આ પ્રકારે છે : ૧. શ્રવણ : ઉપયોગપૂર્વક સાંભળવું. ૨. ગ્રહણ : જે વાત સાંભળી છે, તે સમજવી; ગ્રહણ કરવી. આ