________________
૬૬
દ્રષ્ટિનો વિષય આત્માના બધા પ્રદેશોમાં છે, તો પછી આપણને હાથથી કે પગથી દેખાતું કેમ નથી? એનું કારણ એમ સમજાવ્યું છે કે જ્યારે તે પ્રદેશો આંખની પાસે આવે ત્યારે દેખાય છે, પરંતુ બીજી જગ્યાએ હોય ત્યારે દેખાતું નથી. - રૂચક પ્રદેશો આઠ જ કેમ? આત્માના અસંખ્યાત પ્રદેશો બધી બાજુએથી સમસંખ્યા (બેકી સંખ્યા – even numbers) માં છે. તેથી દરેક બાજુએથી તેમની મધ્યમાં બે પ્રદેશો હોય છે, એક નહિ. જેમ આ ચાર આંગળીની વચ્ચેની આંગળીઓ બે છે, એક નહિ. આ આઠ રૂચક પ્રદેશો પણ ફરે તો છે પરંતુ તેઓ તેમની પોતાની જગ્યાએ જ ફરે છે. તેઓ સ્થાનાંતર કરતા નહિ હોવાથી તેઓ ફરતા નથી એમ કહેવામાં આવે છે. જે રૂચક પ્રદેશો ફરતા જ ન હોત તો આત્માના પ્રદેશો તૂટી જાય.
- ૨. પ્રશ્ન- ક્ષયોપશમની પર્યાયને પણ જો આપણે પોતાની નહીં માનીએ, તો ધ્યાન શેમાં થશે ?
ઉત્તર:- સમયસારમાં એક ગાથા આવે છે કે “ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું (ગાથા ૩૭) ત્યાં ટીકામાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે એવું કોણ છે કે જે ધર્મદ્રવ્ય મારું છે એમ માને છે ? કોણ એમાં પોતાપણું સ્થાપિત કરે છે ? ધર્મદ્રવ્યનો ર્તા-ભોક્તા કોણ બને છે ? (કોઈ નહીં). તો પછી એમ કહેવાની શી જરૂર છે કે ધર્મદ્રવ્ય તે હું નથી ? - ત્યાં આચાર્યશ્રીએ એમ જવાબ આપ્યો છે કે ધર્મદ્રવ્ય સંબંધી જે વિકલ્પ થાય છે તે મારો છે એમ જે માને છે તેણે ધર્મદ્રવ્યમાં એકત્વબુદ્ધિ કરી છે એમ કહેવામાં આવે છે. આપણા ક્ષયોપશમ જ્ઞાને ધર્મદ્રવ્યને જાણ્યું - એ જ્ઞાનને આપણે પોતાનું માન્યું, તો એક અપેક્ષાએ - પરોક્ષપણે – આપણે ધર્મદ્રવ્યને પોતાનું માન્યું.
આપનો પ્રશ્ન એ છે કે જાણવાનું કામ તો ક્ષયોપશમ જ્ઞાનની