________________
જ્ઞાનગોષ્ટિ
-૦૬૫ પ્રદેશનું કાર્ય જુદું જુદું હોતું નથી. આથી પ્રદેશો પકડમાં આવતા નથી. પરંતુ હું આપને પૂછવા માંગુ છું કે પ્રદેશોનો જે વિસ્તાર છે તેમાં કયા પ્રદેશ પછી કયો પ્રદેશ છે, આકાશના કયા પ્રદેશમાં આત્માનો કયો પ્રદેશ હશે – એ નક્કી નહીં હોય ? વિસ્તારમાં કોઈ ક્રમ નહીં હોય?
જેમ પ્રદેશોમાં ક્રમ છે તેમ પર્યાયોમાં પણ ક્રમ છે. પ્રદેશોનો ક્રમસર વિસ્તાર જલદી ખ્યાલમાં આવી શકે છે, કારણ કે તે વિસ્તાર એક સાથે છે; જ્યારે પર્યાયો એક પછી એક થાય છે તેથી તેમનો ક્રમ જલદી ખ્યાલમાં આવતો નથી. માટે પ્રદેશ ક્રમના ઉદાહરણથી પર્યાયના ક્રમના સિદ્ધાંતને આચાર્યશ્રીએ સમજાવ્યો છે.
ત્રણ કાળના જેટલા સમય છે, આત્માના ગુણોની તેટલી જ પર્યાયો છે. જેવી રીતે આકાશના એક પ્રદેશમાં આત્માનો એક પ્રદેશ ખચિત છે, તેવી જ રીતે ત્રણ કાળના એક એક સમયમાં આત્માની એક એક પર્યાય ખચિત છે. તેથી જો વચ્ચેથી એક પર્યાયને બહાર કાઢીશું - એટલે કે જો પર્યાયના ક્રમમાં ફેરફાર કરવા જઈશું - તો કાળના બે ટૂકડા થઈ જશે.
દરેક પુદ્ગલનો પરમાણુ ષટ્કોણમય હોય છે. તેથી બે પરમાણુઓ વચ્ચે જગ્યા હોતી નથી. જે પરમાણુ ગોળ લખોટી જેવા હોત તો બે પરમાણુઓ વચ્ચે જગ્યા રહેત. તેવી જ રીતે આકાશના તેમજ આત્માના પ્રદેશો પણ પકોણમય (છ બાજુઓવાળા) હોય છે તેથી આકાશના બે પ્રદેશો વચ્ચે તેમજ આત્માના બે પ્રદેશો વચ્ચે જગ્યા રહેતી નથી.
આત્માના વચ્ચેના આઠ પ્રદેશોને રૂચક પ્રદેશો કહે છે. તેમને છોડીને બાકીના બધા પ્રદેશો નિરંતર એક સ્થાનથી બીજા સ્થાને ફરતા રહે છે, ત્યારે પણ તે પ્રદેશોનો આગળ પાછળનો ક્રમ તૂટતો નથી; તેઓ એના એ જ નિશ્ચિત ક્રમમાં રહીને જ ફર્યા કરે છે. આ વાત ધવલમાં લખી છે. એમાં લખ્યું છે કે ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ તો