________________
પ્રકરણ ૧૩
જ્ઞાનગોષ્ટિ
૧. પ્રશ્ન:- પ્રદેશોના નિશ્ચિત વિસ્તારક્રમની વાત અમે પહેલાં કદી સાંભળી નહોતી. પ્રવચનસાર સિવાય કોઈ બીજા ગ્રંથમાં આ વાત છે ? વિસ્તારક્રમ વિષે વધુ સ્પષ્ટીકરણ કરવા વિનંતી છે.
ઉત્તર:- પ્રવચનસાર એવો મહત્વપૂર્ણ ગ્રંથ છે કે જો આ વાત એકલા પ્રવચનસારમાં જ હોય તો તે આખા જિનાગમ માટે પર્યાપ્ત છે. એ કોઈ સાધારણ ગ્રંથ નથી. એ તો એવા આચાર્યનો ગ્રંથ છે કે જેનાથી બીજા આચાર્યો પ્રમાણિત થાય છે. માટે આ વાત બીજા ગ્રંથોમાં ન પણ હોય તોપણ તેમાં કોઈ સમસ્યા નથી.
પરંતુ આ વાત કયાં નથી ? દરેક ગ્રંથમાં છે. આત્માના અસંખ્ય પ્રદેશો હોય છે એ વાત દરેક ગ્રંથમાં નથી ? કરણાનુયોગમાં નથી આવતું કે જ્યારે કેવળી સમુદ્દાત થાય છે ત્યારે આત્માના પ્રદેશો બહાર નીકળીને લોકાકાશપૂરણ થઈ જાય છે. લોકાકાશના દરેક પ્રદેશ પર આત્માનો એક એક પ્રદેશ ખચિત થઈ જાય છે. ત્યારે શું બે પ્રદેશો વચ્ચે જગ્યા રહે છે ? એક પ્રદેશ પછી બીજો પ્રદેશ હોય છે તે સિદ્ધ કરે છે કે કયો પ્રદેશ કયા પ્રદેશ પછી હોય એ વાત નક્કી છે.
ગુણોના નામો જુદા જુદા હોય છે અને દરેક ગુણનું કાર્ય જુદું જુદું હોય છે, જ્યારે પ્રદેશોના નામ જુદા જુદા હોતા નથી, અને દરેક