________________
તત્વવ્યવસ્થામાં દ્રષ્ટિનો વિષય
છે અન ન તો તેને કહી શકે છે કે જ્યારે પણ આવ, ત્યારે પૂછીને આવ. તે બાળક તો પોતાના મમ્મી-પપ્પાના રૂમમાં જશે જ.
ve
જ
તે જ રીતે હું એમ કહું છું કે તત્ત્વવ્યવસ્થામાં જ્યારે પર્યાયોને અર્થાત્ આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષને અલગ-અલગ તત્ત્વ કહીને જીવ અને અજીવથી અલગ કરી દીધાં છે તો પછી તેઓ જીવ અને અજીવમાં શાથી સામેલ થશે ?
દ્રવ્યવ્યવસ્થામાં તો તેઓ (આસવાદિક પર્યાયો) જીવ અને અજીવમાં સામેલ થશે; કારણ કે ત્યાં તેમની કોઈ અલગ વ્યવસ્થા નથી; પરંતુ તત્ત્વવ્યવસ્થામાં તેમની જીવ-અજીવમાં સામેલ થવાની કોઈ સમસ્યા જ નથી; કારણ કે તેમને પૃથક્ તત્ત્વ બનાવી દીધાં છે. આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ – એમાં જીવની બધી પર્યાયો સામેલ છે. નિગોદથી લઇને મોક્ષ સુધીની જીવની સમસ્ત વિકારી તથા અવિકારી પર્યાયો આ આસવાદિક તત્ત્વોમાં સામેલ છે. આ આસવાદિક સિવાય જીવની એવી કોઈ પણ પર્યાય નથી, જેને આપણે જીવમાં સામેલ કરવા માંગીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સમસ્ત વિકારી અને અવિકારી પર્યાયો આસવાદિક પાંચ તત્ત્વોમાં જ સામેલ છે, જીવમાં સામેલ નથી. સમસ્ત વિકારી અને અવિકારી પર્યાયોથી રહિત જીવતત્ત્વ જ દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. આ જ સંપૂર્ણ કથનનો સાર છે.