________________
દ્રષ્ટિનો વિષય
૫૮
તો અજીવમાં તો ફક્ત દ્રવ્યાસવાદિક જ સામેલ છે, ભાવાસવાદિક નહીં, આથી દ્રષ્ટિના વિષયભૂત દ્રવ્યમાંથી ભાવાસવાદિકને પણ કાઢી નાખવા માટે તેને આસવાદિકથી ભિન્ન કહ્યો છે. દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય તો ભાવમોક્ષ અર્થાત્ મોક્ષની પર્યાયથી પણ ભિન્ન છે, તેથી મોક્ષને પણ જીવમાં સામેલ કર્યો નથી.
જે અજીવ અને આસવાદિક - એ બધાંથી ભિન્ન છે - એવા જીવને દ્રષ્ટિનો વિષય બનાવવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે. અરે ભાઈ ! વસ્તુસ્વરૂપના પ્રતિપાદન માટે દ્રવ્યવ્યવસ્થા છે અને આત્મકલ્યાણ માટે તત્ત્વવ્યવસ્થા છે. આ તત્ત્વચર્ચા અધ્યાત્મનું અંગ છે અને દ્રવ્યચર્ચા સિદ્ધાંતનું અંગ છે. બધી પર્યાયોને તત્ત્વવ્યવસ્થામાં અલગ સ્થાન મળ્યું છે. તત્ત્વવ્યવસ્થામાં સાતેય તત્ત્વોના અલગ-અલગ હોવાને આપણે આ ઉદાહરણથી સારી રીતે સમજી શકીએ છીએ :
અમેરીકામાં જો એક પરિવારમાં મિયા-બીબી સહિત તેમના બે બાળકો રહેતા હોય, તો તેમના મકાનમાં ઓછામાં ઓછા પાંચ બેડરૂમ હોય છે. એક કે બે વર્ષના બાળકોના પણ અલગ બેડરૂમ હોય છે. ત્યાં ચાર વર્ષના છોકરાનો અલગ રૂમ હોય છે અને છ વર્ષના છોકરાનો અલગ રૂમ હોય છે. જો તેઓ એક બીજાના રૂમમાં જાય છે તો પૂછીને જાય છે અને બીજાના રૂમમાં કોઈના સામાનને અડતાં પણ નથી. જો બે વર્ષનું બાળક પણ પોતાના મા-બાપના રૂમમાં જશે, તો પૂછીને જશે અર્થાત્ બારણું ખખડાવીને જશે. ત્યાંના બાળકોને આ વાતની ટ્રેનીંગ આપવામાં આવે છે.પરંતુ તે બાળકને તેના મમ્મી-પપ્પા પોતાની રૂમમાં આવવાની મનાઈ ત્યારે કરી શકે છે કે જ્યારે તેને તેનો પોતાનો રૂમ અને બધી વ્યવસ્થા આપવામાં આવે. જો તેના રૂમમાં બધી સુખ-સુવિધાઓ ન હોય, તો તેના મમ્મી-પપ્પા ન તો તેમના રૂમમાં આવવાની મના કરી શકે