________________
પર્યાય કઈ રીતે સામેલ છે ?
દ્રવ્યને સ્પર્શ નહીં કરે, ત્યાં સુધી પર્યાયમાં કેવળજ્ઞાન નહીં થાય. સ્વભાવમાં તો સર્વજ્ઞ શક્તિ ભરી પડી છે, પરંતુ જો પર્યાય તે સ્વભાવને સ્પર્શ નહીં કરે, તો તેમાં કેવળજ્ઞાન ક્યાંથી આવશે ? આ અપેક્ષાએ પર્યાય દ્રષ્ટિના વિષયમાં સામેલ છે અર્થાત્ દ્રષ્ટિના વિષયમાં ભળેલી
છે.
૫૩
પર્યાય સ્વભાવનો આશ્રય લીધો, એ અપેક્ષાથી પર્યાય દ્રષ્ટિના વિષયમાં સામેલ છે.
• પાટણી જાતિની છોકરીના જો કાસલીવાલ જાતિના છોકરા સાથે લગ્ન થાય તો છોકરી કાસલીવાલ થઈ કે નહીં ? અરે ભાઈ ! તેની બન્ને અપેક્ષાઓ છે. તે છોકરી કાસલીવાલ થઈ પણ ગઈ અને ન પણ થઈ. જો તેને પાટણીની દિકરીની દ્રષ્ટિથી જોઈશું, તો તે પાટણી પણ છે અને કાસલીવાલની વહુની દ્રષ્ટિથી જોઈશું, તો તે કાસલીવાલ પણ છે. આ વિષે ક્યારેય પણ સમસ્યા ઉત્પન્ન થતી નથી કે તે કાસલીવાલ છે કે પાટણી ? પરંતુ દ્રષ્ટિના વિષયમાં પર્યાય સામેલ છે કે નહીં, એ વિષે બધાને સમસ્યા છે. અરે ભાઈ ! જ્યારે પર્યાય તે દ્રવ્યને જ્ઞાનનું જ્ઞેય બનાવી રહી છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય બનાવી રહી છે, જ્યારે બધા ગુણની પર્યાયો આત્મસન્મુખ થઈ ગઈ છે તથા આત્માના અતીન્દ્રિય આનંદનું ઝરણું પણ પર્યાયમાં ફુટી નીકળ્યું છે અને તે આનંદમાં કયાંય પણ ત્રૂટિ નથી અર્થાત્ આનંદની અખંડ ધારા પર્યાયમાં વહી રહી છે; જ્યારે પર્યાય તે દ્રવ્ય પ્રતિ પોતાને એટલી સમર્પિત કરી દીધી છે, તો પછી પર્યાયને દ્રવ્યમાં સામેલ થવા માટે વધુ શું કરવાનું છે ?
જ્યારે સોનિયા ગાંધીએ ઈટાલીની નાગરિકતા છોડી દીધી છે, . ભારતની નાગરિકતા ગ્રહણ કરી લીધી છે અને ભારતીય સંસ્કૃતિ અનુસાર