________________
પ્રકરણ ૧૦
પર્યાય કઈ રીતે સામેલ છે ?
દ્રષ્ટવ્ય છે :
આ વિષે સમયસાર અનુશીલનનું નીચે જણાવેલું કથન
‘‘ભૂતકાળની પર્યાયો તો વિનષ્ટ થઈ ચૂકી છે, ભવિષ્યની પર્યાયો હજુ અનુત્પન્ન છે અને વર્તમાન પર્યાય સ્વયં દ્રષ્ટિ છે, જે વિષયી છે; તે દ્રષ્ટિના વિષયમાં કઈ રીતે સામેલ થઈ શકે છે ? વિષય બનાવવાના રૂપમાં તો તે ભળેલી જ છે; કેમકે વર્તમાન પર્યાય જ્યાં સુધી દ્રવ્ય તરફ ન ઢળે, તેની સન્મુખ ન થાય, તેને ન સ્પર્શે, તેમાં તન્મય ન થાય, તેમાં એકાકાર ન થઈ જાય; ત્યાં સુધી આત્માનુભૂતિની પ્રક્રિયા પણ સંપન્ન થઈ શકતી નથી. આમ વર્તમાન પર્યાય અનુભૂતિના કાળમાં દ્રવ્યની સન્મુખ થઈને દ્રવ્યથી અભેદ તો થાય જ છે, પરંતુ આ અભેદ અન્ય પ્રકારનું છે, ગુણો અને પ્રદેશોના અભેદ જેવું નથી.'’૧ -
વિષય બનાવવાના રૂપમાં પર્યાય પણ દ્રષ્ટિના વિષયમાં ભળેલી છે. એ વિષે એમ કહેવામાં પણ આવે છે કે દ્રષ્ટિ અંતર્મુખ થઈ ગઈ. એક ઉદાહરણ પણ આપવામાં આવે છે કે જે વિજળીનો તાર હોય છે, તેમાં કરંટ ત્યાં સુધી આવતો નથી, જ્યાં સુધી તે પાવર હાઉસ (જે કરંટનું ઘર છે) ને સ્પર્શ કરતો નથી. તેવી જ રીતે જ્યાં સુધી પર્યાય ૧ સમયસાર અનુશીલન (ગુજરાતી), પાનું ૮૩