________________
વિસ્તારક્રમ અને પ્રવાહકમ -
- ૫૧ પ્રવાહને પર્યાય માનીને દ્રવ્યમાંથી કાઢી નાખીએ છીએ તો માત્ર પર્યાય ખંડિત થતી નથી, પરંતુ દ્રવ્ય ખંડિત થાય છે. અનુસ્મૃતિથી રચિત પ્રવાહ તો નિત્યતાનું લક્ષણ છે. જો એ નિત્યત્વ નામના ધર્મને કાઢી નાખશું તો ભગવાન આત્મા ભાવથી ખંડિત થઈ જશે. જે દ્રવ્યમાંથી અનુસ્મૃતિથી રચિત પ્રવાહને કાઢી નાખીશું તો અન્વયે નીકળી જશે, જ્યારે કાઢવાનો તો વ્યતિરેકને છે અર્થાત્ કાઢવાની તો પર્યાયને છે.
આજકાલ એવા કેટલાય જોડીયા બાળકો પેદા થાય છે, જેમનાં અંગ જોડાયેલા હોય છે. જો તેમને અલગ-અલગ કરવામાં આવે તો બન્નેય મરી જશે, જીવી શકશે નહિ. તેવી જ રીતે બે પર્યાયો એવી રીતે જોડાયેલી છે કે તેમની વચ્ચે બિલકુલ જગ્યા ખાલી નથી અને તેઓ એ રીતે જોડાયેલી છે કે ત્રણલોક અને ત્રણકાળમાં ક્યારે પણ જુદી થઈ શકતી નથી.
એ પર્યાયોનું અલગ ન થવું, એનું નામ અનુસૂતિથી રચિત પ્રવાહ છે, તે અન્વય છે તથા તે અન્વય દ્રષ્ટિના વિષયમાં સામેલ છે.
“અનુસૂતિથી રચિત પ્રવાહ ગુણ છે, પર્યાય નહીં' - આ વાત સમજવી બહુ કઠણ છે અને એને શબ્દોમાં બાંધવી એ એનાથી પણ વધુ કઠણ છે.