________________
દ્રષ્ટિનો વિષય
જ
બનાવાયેલી માળામાં જે મોતી જોડાયેલા હોય છે, તે કોઈ સિમેન્ટ મસાલાથી જોડાયેલા હોતાં નથી, પરંતુ તેઓ અંદરમાં તે જ સંગેમરમર વડે જોડાયેલા હોય છે. જે બે પર્યાયો મજબૂતીથી જોડાયેલી છે, તે સૂતરની દોરીથી પરોવાયેલી માળા સમાન નથી; પરંતુ સંગેમરમરથી બનેલી મોતીઓની માળા સમાન છે.
૫૦
જે પ્રમાણે બે પ્રદેશ અલગ-અલગ હોવા છતાં પણ મજબૂતીથી જોડાયેલા છે, તે જ પ્રમાણે બે પર્યાયો પણ અલગ-અલગ હોવા છતાં પણ અંદરથી ઘણી મજબૂતીથી જોડાયેલી છે. જે રીતે બે પ્રદેશોની વચમાં કોઈ ખાલી જગ્યા નથી, તે જ રીતે બે પર્યાયોની વચમાં કોઈ ખાલી જગ્યા નથી.
દોરીથી પરોવાયેલી જ મોતીઓની માળા છે, તેમાં બે મોતીઓ વચ્ચે ખાલી જગ્યા છે, પરંતુ જે સંગેમરમરના મોતીઓ બનાવવામાં આવ્યાં છે, તેમનામાં તે મોતીઓ કોઈ મસાલાથી જોડવામાં આવ્યાં નથી. પર્યાયો દોરીથી પરોવાયેલાં મોતી સમાન નથી, પરંતુ સંગેમરમરથી બનાવવામાં આવેલી મોતીઓની માળા સમાન છે.
જે પ્રમાણે દ્રવ્યમાં બે પ્રદેશોની વચમાં ક્ષેત્રની અખંડતા છે, તે જ પ્રમાણે બે પર્યાયોની વચમાં કાળની અખંડતા છે અને એ પ્રદેશો અને પર્યાયોમાં અનુસ્મૃતિથી રચિત પ્રવાહ છે. જે અનુસ્મૃતિથી રચિત પ્રવાહ છે, તે અન્વય છે અને તે અન્વય દ્રવ્યનું લક્ષણ છે. તથા પર્યાયોમાં જે પરસ્પર વ્યતિરેકીપણું છે, તે પર્યાયનું લક્ષણ છે.
કોઈ લોકો કહે છે કે આપે પર્યાયોના પ્રવાહને સામેલ કરીને દ્રષ્ટિના વિષયમાં બધી પર્યાયોને સામેલ કરી દીધી, તો હું તેમને કહું છું કે અરે ભાઈ ! પર્યાયોના પ્રવાહનું નામ તો દ્રવ્ય છે. જો અનુસૂતિથી રચિત