________________
દ્રષ્ટિનો વિષય
અન્ય વસ્ત્રોની અપેક્ષા સાડી પહેરવાનું પણ શરૂ કરી દીધું છે, તો હું પૂછું છું કે ભારતીય બનવા માટે તેઓ એથી વધુ શું કરે ?
૫૪
તેવી જ રીતે પર્યાય દ્રવ્યમાં સામેલ થવા માટે દ્રવ્ય સાથે એકાકાર પણ થઈ ગઈ તથા તેણે પોતાનું નામ સુદ્ધાં બદલાવી નાખ્યું અર્થાત્ પર્યાયે પોતાનો સ્વર પણ એવો કરી લીધો કે હું દ્રવ્ય છું, હું આત્મા છું, હું ત્રિકાળી ધ્રુવ, અનાદિ-અનંત, અખંડ છું. તે પર્યાય એમ બોલવા લાગી કે –
'अहमेक्को खलु सुद्धो णाणदंसणमइयो सदारुवी । '
‘હું એક શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે.'
હવે હું આપને પૂછું છું કે પર્યાય દ્રવ્યમાં સામેલ થવા માટે આનાથી વધુ-શું કરે ? અરે ભાઈ ! વિષય બનાવવાના રૂપમાં ‘પર્યાય’ દ્રષ્ટિના વિષયભૂત દ્રવ્યમાં ભળેલી જ છે.
જો પર્યાય દ્રવ્યમય ન થાય, તો પદાર્થમાં કેવળજ્ઞાન જ ન થાય. ઉપયોગની એકાગ્રતાને ધ્યાન કહેવાય છે અને ઉપયોગ પર્યાય છે. જો તે ઉપયોગ (પર્યાય) ત્રિકાળી ધ્રુવમાં અભેદ એકાકાર ન થાય, તો આત્માનું ધ્યાન નહીં થાય. એ બે વચ્ચે જો થોડી પણ સંધિ રહેશે, તો આત્માનું ધ્યાન નહીં થાય.