________________
૪૮
• દ્રષ્ટિનો વિષય
સમજવામાં તકલીફ એ છે કે બન્નેનું નામ જ પર્યાય છે અને બન્નેને પર્યાય જ કહેવામાં આવે છે.
હમણાં જે એમ કહ્યું હતું કે “જો વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે અને પ્રવાહકમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે તો પ્રદેશો અને પરિણામોનો અય અર્થાત અનુસ્મૃતિથી રચિત વિસ્તાર અને પ્રવાહ; ક્ષેત્ર અને કાળની સમગ્રતા (અખંડતા)ના કારણ હોવા જોઈએ.” તો અહીં પ્રદેશોનો અન્વય' નું તાત્પર્ય અનુસ્મૃતિથી રચિત વિસ્તાર છે અને પરિણામોનો અન્વય” નું તાત્પર્ય અનુસ્મૃતિથી રચિત પ્રવાહ છે.
જે પ્રમાણે વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે તો પ્રદેશોનો અન્વય ક્ષેત્રની સમગ્રતા (અખંડતા)નું કારણ હોવું જોઈએ. તેવી જ રીતે પ્રવાહેદમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે, તો પરિણામોનો અન્વય કાળની સમગ્રતા (અખંડતા)નું કારણ હોવું જોઈએ.
દસ નયોમાં જે એક “અન્વયદ્રવ્યાર્થિકનય છે, તે અન્વયદ્રવ્યાર્થિકનયનો વિષય આ જ અન્વય છે. (વધુ માહિતી માટે જુઓ પરિશિષ્ટ)
અન્વય તો દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને વ્યતિરેક તે પર્યાયાર્થિનયનો વિષય છે તથા આદ્રવ્યાર્થિનયના વિષયભૂત અન્વયમાં ગુણોનો અન્વય, પ્રદેશોનો અન્વય અને પર્યાયોનો અન્વય-બધાનો અન્વય સામેલ છે, વ્યતિરેક કોઈનો પણ સામેલ નથી. દ્રષ્ટિના વિષયમાં કાળનો અન્વય સામેલ છે. કાળનો વ્યતિરેક સામેલ નથી; ભાવના અન્વય સામેલ છે, ભાવનો વ્યતિરેક સામેલ નથી; ક્ષેત્રનો અન્વય સામેલ છે, ક્ષેત્રનો વ્યતિરેક સામેલ નથી. .
• આ વિષયથી સંબંધિત સમયસાર અનુશીલનનું નીચેનું કથન પણ દ્રવ્ય છે :