________________
- ૪૭
વિસ્તારક્રમ અને પ્રવાહક્રમ છે
ક્ષેત્રની અખંડતાને “અસંખ્યપ્રદેશી કહેવાય છે. જ્યારે “અસંખ્યપ્રદેશી' કહેવામાં આવે છે. ત્યારે પ્રદેશ” વિશેષણ બની જાય...
છે એટલે કે અસંખ્યપ્રદેશી એક અખંડ વસ્તુનો બોધ કરાવે છે તથા જ્યારે - “અસંખ્ય પ્રદેશ' કહેવામાં આવે છે, ત્યારે તે ભેદનો બોધ કરાવે છે. ભગવાન આત્મા અસંખ્યપ્રદેશ નથી, અસંખ્યપ્રદેશ છે, ભગવાન આત્મા અનંતગુણ નથી અનંતગુણમય છે.
• જો અલગ-અલગ પ્રદેશ ખ્યાલમાં આવે તો આત્માનો અનુભવ નહીં થાય, પરંતુ વિકલ્પની જ ઉત્પત્તિ થશે; અનંત ગુણ અલગ-અલગ ખ્યાલમાં આવે તો પણ આત્માનો અનુભવ નહીં થાય, પરંતુ વિકલ્પની જ ઉત્પત્તિ થશે; જે અલગ-અલગ પર્યાયો પણ અનુભવમાં ખ્યાલમાં આવે, ત્યારે પણ આત્માનો અનુભવ નહીં થાય, પરંતુ વિકલ્પની જ ઉત્પત્તિ થશે.
જ્યારે ક્ષેત્ર સંબંધી ભેદનો વિકલ્પ, કાળ સંબંધી ભેદનો વિકલ્પ, દ્રવ્ય સંબંધી ભેદનો વિકલ્પ અને ભાવ સંબંધી ભેદનો વિકલ્પ – આ બધા વિકલ્પો નથી હોતાં, ત્યારે તે અનુભૂતિનો કાળ છે. એ સમયે દ્રવ્યદ્રષ્ટિનો જે વિષય બને છે; તે જ દ્રવ્યાર્થિકનયનો વિષય છે.
વ્યતિરેકનો અર્થ થાય છે વિપરીત. જેમ અખંડતાનું વિપરીત ખંડ છે અર્થાતુ અખંડતાનો વ્યતિરેક ખંડ છે; તેમ વસ્તુની સમગ્રતાના વ્યતિરેકને પ્રદેશ અને પરિણામોની સમગ્રતાના વ્યતિરેકને પર્યાય કહેવામાં આવે છે.
પરિણામોની સમગ્રતાના વ્યતિરેકને પર્યાય કહે છે, પરંતુ પર્યાયાર્થિકનયના વિષયવાળી પર્યાય માત્ર આ જ પર્યાય નથી; કારણ કે પર્યાયાર્થિકનયના વિષયવાળી પર્યાયમાં તો પ્રદેશોનો વ્યતિરેક પણ સામેલ છે, ગુણોનો વ્યતિરેક પણ સામેલ છે; જ્યારે આ પર્યાયમાં તો માત્ર કાળનો વ્યતિરેક જ આવે છે.