________________
દ્રષ્ટિનો વિષય
નથી. જેમ રૂમાલની ઘડી કરવાથી રૂમાલના પ્રદેશોના ક્રમ (Relative Location) માં કોઈ ફરક પડતો નથી, તેવી જ રીતે આત્માને કીડીના શરીરમાં જવુ પડે તોપણ આત્માના પ્રદેશોના ક્રમમાં કોઈ ફરક પડતો નથી. જેમ વિસ્તારના ક્રમને ક્ષેત્ર કહેવાય છે, તેમ પ્રવાહના ક્રમને કાળ કહેવાય છે. જેવી રીતે ક્ષેત્રથી ભગવાન આત્મા અખંડ છે, તેવી જ રીતે કાળથી પણ ભગવાન આત્મા અખંડ છે.
જો આપણને આ વાત સમજમાં આવી જાય કે કાળથી ભગવાન આત્મા અખંડ છે, તો પછી આપણે પર્યાયને પલટાવવાની વાત વિચારશું જ નહીં, કારણ કે તેમાં ફેરફાર થઈ શકતો જ નથી.
૪૬
આ વાત સાંભળીને ઘણા લોકો પૂછે છે કે પછી અમારા પુરુષાર્થનું શું થશે ? અરે ભાઈ ! જે દિવસે તમને આ વાત સમજમાં આવશે તે જ દિવસે સાચો પુરૂષાર્થ પ્રગટ થશે. અત્યારે નરક-નિગોદમાં નાખવાવાળો અને સંસારમાં રખડાવનારો પુરૂષાર્થ છે. અસલી પુરૂષાર્થ તો તે દિવસે પ્રગટ થશે, જે દિવસે તે લોકો સ્વીકારશે કે ભગવાન આત્મા કાળથી પણ અખંડ છે અર્થાત્ પર્યાયમાં પરિવર્તન કરી શકાતું નથી.
આ રીતે પ્રદેશોની અખંડતાને વિસ્તારક્રમ કહે છે અને તે પ્રદેશોની અખંડતા દ્રવ્યાર્થિકનયનો વિષય છે. તે બધા પ્રદેશ અનાદિઅનંત અને અખંડ છે. અખંડ હોવા છતાં પણ તેમને અલગ-અલગ જાણી પણ શકાય છે. જો તેમને અલગ-અલગ જાણી શકાતા ન હોત તો તે પ્રદેશોની સંખ્યા અસંખ્ય છે, અનંત નહીં એમ કેમ જણાત ? જોકે તેઓ જુદા થઈ શકતા નથી તોપણ તેઓ જુદા-જુદા છે.
પ્રદેશની જેમ ગુણો પણ જુદા થઈ શકતા નથી, પરંતુ તેઓ જુદા-જુદા છે. અલગ-અલગ ન થવું-એ દ્રવ્યની ઓળખાણ છે અને અલગ થવું – એ પર્યાયની ઓળખાણ છે. ગુણભેદને, પ્રદેશભેદને, કાળના ખંડને આ બધાંને પર્યાય કહે છે.