________________
કાળ - પર્યાયોનો અભેદ
એક સાથે કહી છે. જીવ પ્રતિસમય પલટાઈ રહ્યો છે, અનાદિકાળથી પલટાઈ રહ્યો છે તેમજ અનંતકાળ સુધી પલટાશે, તોપણ તે કદાપિ પલટાઈને અજીવ નહીં થાય.
રાહ
‘એક દ્રવ્ય કદી બીજા દ્રવ્યરૂપ થતું નથી’ – એનું નામ છે કદી નહીં પલટાવું તેમજ પોતામાં નિરંતર પરિવર્તન થવાનું નામ પલટાવું છે.
ભગવાન આત્મામાં અનંત ગુણ છે તેમજ અસંખ્ય પ્રદેશ છે. આ અનંત ગુણોમાંથી કદી પણ એક ગુણ ઓછો નહીં થાય અને અસંખ્ય પ્રદેશોમાંથી કદી પણ એક પ્રદેશ ઓછો નહીં થાય. જે પ્રમાણે આ નિત્યસ્વભાવ છે, તે જ પ્રમાણે ‘પ્રત્યેક ગુણમાં પ્રતિસમય પરિણમન થશે' – એ પણ એક નિત્યસ્વભાવ જ છે. માત્ર ‘નહીં પલટવું’ એ જ નિત્યસ્વભાવ નથી પરંતુ ‘પ્રતિસમય પલટવું’ એ પણ નિત્યસ્વભાવ છે.
આ રીતે નિત્યનો અર્થ ‘વસ્તુની સદા ઉપસ્થિતિ’ માત્ર જ નથી, પરંતુ તેમાં ‘પ્રવાહની નિરંતરતા' પણ સામેલ છે. આ નિત્યતા જ કાળની અખંડતા છે, જે દ્રષ્ટિના વિષયભૂત દ્રવ્યનું અભિન્ન અંગ છે.
પ્રવાહની નિરંતરતાને નિત્યતા કહે છે. જેમ કે – નદી માત્ર ઘણા પાણીનું નામ નથી. ઘણું પાણી તો સમુદ્ર, સરોવર, તલાવ, બંધ અથવા કૂવો હોઈ શકે છે; પરંતુ નદી હોઈ શકતું નથી. ન તો પાણીના અભાવનું નામ નદી છે અને ન તો પાણીના સમુદાયનું નામ નદી છે; પરંતુ વહેતા પાણીનું નામ નદી છે. પાણીના પ્રવાહનું નામ નદી છે. જો નદીમાંથી પ્રવાહ કાઢી નાંખવામાં આવે તો તે નદી નહીં રહે; પછી તો તે તલાવ, બંધ અથવા સમુદ્ર થઈ જશે, પરંતુ નદી નહીં રહે. ગંગોત્રીથી નિકળીને બંગાલની ખાડી સુધી ગંગા નિરંતર પ્રવાહમાન નદી છે. ત્યાર બાદ ગંગા નદી નથી, કારણ કે ત્યાર બાદ તો તે સાગર થઈ ગઈ. આ પ્રમાણે પ્રવાહની નિરંતરતાનું નામ જ નિત્યતા છે.