________________
કાળ - પર્યાયોનો અભેદ
આ પહેલાં થઈ ગયેલી સમસ્ત ચર્ચાને સ્પષ્ટ કરવાવાળું સમયસાર અનુશીલનનું નીચે જણાવેલું કથન દ્રષ્ટવ્ય છે :
૩૫
Ο
‘આ રીતે એ અત્યંત સ્પષ્ટ છે કે પ્રવાહની નિરંતરતાને પણ નિત્યતા કહે છે, કેમકે નિત્યતા અને અનિત્યતામાં કાળની અપેક્ષા જ મુખ્ય છે. આથી નિત્યનો અર્થ, વસ્તુની સદા ઉપસ્થિતિ એટલો જ માત્ર યોગ્ય નથી; પરંતુ તેમાં પ્રવાહની નિરંતરતા પણ જોડાયેલી છે. આ નિત્યતા જ કાળની અખંડતા છે, જે દ્રષ્ટિના વિષયનું અભિન્ન અંગ છે.’’૧
કાળની અપેક્ષાએ વસ્તુના નિત્ય અને અનિત્ય – એ બે પક્ષ હોય છે. જ્યારે આપણે વસ્તુને નિત્ય કહીએ છીએ, ત્યારે તે નિત્યનો અર્થ આપણે એમ સમજીએ છીએ કે ‘જે હંમેશા કાયમ રહે તેનું નામ નિત્ય છે.’ ‘કાયમ રહેવું’ તેનો અર્થ આપણે માત્ર ‘નહીં પલટવું’ એટલો જ ગ્રહણ કરીએ છીએ. સંકુચિત અર્થમાં નિત્યનો આ અર્થ સાચો પણ છે, પરંતુ વ્યાપક અર્થમાં નિત્યનો અર્થ અલગ જ છે.
‘અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી પ્રત્યેક દ્રવ્ય પ્રતિ સમય પલટાશે, એક સમય પણ પલટાયા વિના રહેશે નહીં’– આ વાત પણ નિત્ય છે; કારણ કે જો આ વાત અનિત્ય હોત તો પછી દ્રવ્ય કદી પલટાત અને કદી ન પલટાત, પરંતુ એવું થતું નથી. દ્રવ્ય નિત્ય બદ્દલાય છે. જ્યારે આપણે ‘નિત્ય બદલાય છે' – એમ કહીએ છીએ ત્યારે આપણને બદલાવાની સાથે નિત્યતાનો વેર-વિરોધ લાગે છે, પરંતુ એમાં કોઈ વેરવિરોધ નથી.
-
‘કદી નહીં પલટવું’ - એ જેમ વસ્તુનો સ્વભાવ છે, તેમ જ ‘પ્રતિસમય પલટવું’ – એ પણ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનો દ્રવ્યસ્વભાવ
૧ સમયસાર અનુશીલન (ગુજરાતી) ભાગ ૧, પાનું ૮૪