________________
- દ્રષ્ટિનો વિષય
રાખ્યું છે, તેવી જ રીતે અનાદિ-અનંત ત્રિકાળીધુવ નિત્ય કહીને કાળને પણ અખંડ રાખવામાં આવ્યો છે. અંતમાં ‘એક’ કહીને ચારેય દ્રષ્ટિકોણોની અનેતાનો નિષેધ કર્યો છે. આ રીતે દ્રષ્ટિના વિષયભૂત ત્રિકાળીધુવ દ્રવ્યમાં સ્વકાળનો નિષેધ નથી કરવામાં આવ્યો, પરંતુ વિશિષ્ટ પર્યાયોનો જ નિષેધ કરવામાં આવ્યો છે.''
• કાળના બે પક્ષ હોય છે. એક અનિત્યતા અને બીજો નિત્યતા. એટલે કે એક વિશિષ્ટ પર્યાય અને બીજો પર્યાયોનો અભેદ સામાન્ય. ત્યાં દ્રષ્ટિના વિષયમાં અભેદ સામાન્યનો નિષેધ કરવામાં આવ્યો નથી પરંતુ વિશિષ્ટ પર્યાયોનો જ નિષેધ કરવામાં આવ્યો છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન એ વિશિષ્ટ પર્યાયો છે અને આ વિશિષ્ટ પર્યાયોનો દ્રષ્ટિના વિષયમાં નિષેધ છે. કેવળજ્ઞાન પણ વિશિષ્ટ પર્યાય હોવાથી દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી.
દ્રષ્ટિના વિષયમાં નિગોદથી લઈને મોક્ષ સુધીની સમસ્ત પર્યાયોનો અભેદ સામેલ છે, તે અભેદનું નામ કાળનો અભેદ છે અને કાળનો અભેદ હોવાથી તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તેથી તે અભેદનું નામ દ્રવ્ય છે, પર્યાય નહીં; પર્યાય તો તેના અંશનું નામ છે, ભેદનું નામ છે. હવે કોઈ કહે કે દ્રષ્ટિના વિષયમાં આપે અભેદના રૂપમાં પર્યાયને સામેલ કરી લીધી ? અરે ભાઈ ! જે કાળના અભેદને સામેલ કર્યો છે, તેનું નામ દ્રવ્ય છે, પર્યાય નહીં.
બધી પર્યાયો પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી, પરંતુ જે પર્યાયોનો અભેદ અર્થાત્ કાળની અખંડતા છે, તે દ્રવ્યાર્થિકનયનો વિષય હોવાથી દ્રષ્ટિના વિષયમાં સામેલ છે.
૨ સમયસાર અનુશીલન (ગુજરાતી), પાનું ૮૩