________________
દ્રષ્ટિનો વિષય
આનું સમાધાન એ છે કે જો બે આંગળીઓ હોય તો તેમાં વચ્ચેની એક આંગળી હોઈ શકતી જ નથી. જો ત્રણ આંગળીઓ હોય, તો વચલી એક આંગળી હોય છે. જો ચાર આંગળીઓ હોય, તો બે આંગળીઓને વચલી કહેવી પડશે. આ રીતે આજુબાજુ અને ઉપરનીચે બધી બાજુએથી ગણતરી કરતાં આઠથી ઓછા પ્રદેશોને વચલા કહી શકાતા નથી. આત્માના બધા પ્રદેશ સમસંખ્યામાં છે, જો વિષમ સંખ્યામાં હોત તો એકને વચલો કહી શકાત અને સમસંખ્યામાં જો પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, ઉપરનીચે એમ છ દિશાઓમાં વહેંચીએ તો આઠ પ્રદેશોથી ઓછા પ્રદેશોને વચલા કહી શકાતા નથી.
30
આ રીતે આઠ પ્રદેશોને છોડીને આત્માના સમસ્ત પ્રદેશો ઉપરથી નીચે ફરતા રહે છે. હવે જો માત્ર ચક્ષુઈન્દ્રિયના પ્રદેશોને છોડીને બધા પ્રદેશોમાં ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ ન હોય, તો પ્રદેશોના ફરતા રહેવાને કારણે આત્માને દેખાત નહિ.
આ ચર્ચાથી હું એ કહેવા માંગું છું કે જેવો ગુણોમાં લક્ષણભેદ અને કાર્યભેદ છે, એવો પ્રદેશોમાં ન તો લક્ષણભેદ છે અને ન તો કાર્યભેદ છે. આત્માના સમસ્ત અસંખ્ય પ્રદેશોમાં ક્ષયોપશમ તથા કેવળજ્ઞાન પણ બધું એક જેવું એક સાથે જ થાય છે. સુખના સંબંધમાં એવું થતું નથી કે માત્ર મગજના પ્રદેશોમાં જ અતીન્દ્રિય આનંદ આવતો હોય. જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે આત્માના સર્વાંગ પ્રદેશોમાં અર્થાત્ અસંખ્ય પ્રદેશોમાં અતીન્દ્રિય આનંદનું ઝરણું ઝરે છે.
આ કારણે પ્રદેશભેદની ચર્ચા આજકાલ થતી નથી. બધી જગ્યાએ ગુણભેદની જ ચર્ચા થાય છે.