________________
પ્રકરણ ૭ કાળ - પર્યાયોનો અભેદ
• જે રીતે આપણે કોઈ એક ગુણને ગ્રહણ કરીએ છીએ તો તે ગુણભેદ કહેવાય છે અને અનંત ગુણોને એક સાથે અભેદપણે ગ્રહણ કરવાનું નામ ગુણોનો અભેદ છે. પ્રદેશોમાં પણ કોઈ એક પ્રદેશને ગ્રહણ કરવો, તેનું નામ પ્રદેશભેદ છે અને અસંખ્ય પ્રદેશોને એક સાથે અભેદપણે ગ્રહણ કરવા, તે પ્રદેશ-અભેદ છે, તેવી જ રીતે કાળ તો અનાદિ-અનંત છે, તે કાળમાંથી કોઈ એક ખંડને ગ્રહણ કરવાનું નામ કાળભેદ છે અને કાળની અખંડતાને ગ્રહણ કરવાનું નામ કાળ-અભેદ છે. આ જે ત્રિકાળી કહેવામાં આવે છે, તે કાળનો અભેદ જ છે. ત્રિકાળી'નો અર્થ “ત્રણ કાળ' નથી, પરંતુ ત્રણેય કાળોના અભેદનું નામ ત્રિકાળી છે.
જો કોઈને પૂછવામાં આવે કે પર્યાય નિત્ય છે કે અનિત્ય, તો બધાં કહેશે કે અનિત્ય છે. હવે હું આપને ફરીથી પૂછું છું કે જ્યારે પર્યાય અનાદિ કાળથી અનંત કાળ સુધી વિદ્યમાન રહે છે, ત્યારે આપ કઈ રીતે કહી શકો છો કે પર્યાય અનિત્ય છે? તો આપ એમ પણ કહી શકો છો કે તે પર્યાયો તો નવી નવી આવી રહી છે, કારણ કે તેઓ પ્રતિસમય બદલાઈ રહી છે
જે રીતે વહેતા પાણીને નદી કહેવામાં આવે છે. જે તે વહી ન રહ્યું હોય તો તે તળાવ હોઈ શકે છે, સમુદ્ર હોઈ શકે છે. બંધ હોઈ