________________
ક્ષેત્ર-પ્રદેશોનો અભેદ
શંકા - જો સમસ્ત પ્રદેશોમાં ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ છે તો આત્માને બધી જગ્યાએથી દેખાવું જોઈએ ?
૨૯
B
સમાધાન - ત્યાં ચક્ષુઈન્દ્રિય નથી, માટે દેખી શકતા નથી. શંકા – એનો અર્થ તો એ છે કે આત્મા પરાધીન થઈ ગયો, કારણ કે આત્મામાં ક્ષયોપશમ તો છે, પણ આંખ નહીં હોવાથી દેખી શકતો નથી? આ શંકાનું બહુ સુંદર સમાધાન પ્રસ્તુત કરીને ત્યાં સમજાવવામાં આવ્યું છે કે આત્માની વચ્ચેના આઠ પ્રદેશોને છોડીને બાકીના બધાં પ્રદેશો ફરતાં રહે છે. જેમ શરીરમાં લોહી ફરતું રહે છે અથવા એક મિનિટમાં હૃદય ૭૨ વાર ધડકે છે, તેવી જ રીતે આત્માના પ્રદેશો નિરંતર ઝડપથી ફરતાં જ રહે છે. જો માત્ર ચક્ષુઈન્દ્રિયવાળા પ્રદેશોમાં જ ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ માનીશું, તો તે પ્રદેશો ફરવાને કારણે પગમાં પહોંચી જાય છે અને પગવાળા પ્રદેશો ચક્ષુઈન્દ્રિય પાસે પહોંચી જાય છે, તો ત્યારે આત્માને દેખાવું ન જોઈએ; પરંતુ તે વખતે પણ આત્માને દેખાય છે. આનું તાત્પર્ય એ છે કે ક્ષયોપશમ સર્વાંગ પ્રદેશોમાં હોય છે.
આત્માના બધા પ્રદેશો ફરે છે, પરંતુ વચ્ચેના જે આઠ પ્રદેશો છે, તેઓ ફરતા નથી. ‘વચ્ચેના આઠ પ્રદેશો ફરતા નથી' – આનો અર્થ એ છે કે તેમનામાં સ્થાનપરિવર્તન થતું નથી. જો આ વચ્ચેના આઠ પ્રદેશો ફરે જ નહિ તો આત્મા અખંડ રહી શકે નહિ; કારણ કે જો વચલા આઠ પ્રદેશો ન ફરે અને અન્ય પ્રદેશ ઝડપથી ફરે તો પછી તે પ્રદેશો જેની સાથે જોડાયેલા છે, તે તૂટી જશે. તે (વચલા આઠ) પ્રદેશો ફરે પણ છે અને નથી પણ ફરતા. તેઓ પોતપોતાના સ્થાન પર જ ચક્કર લગાવે છે, તેથી તેઓ ફરે પણ છે અને તેમનું સ્થાનપરિવર્તન થતું નથી, માટે તેઓ ફરતાં નથી - એમ કહેવામાં આવે છે.
હવે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે વચલો તો એક જ હોય છે, તો પછી વચલા આઠ કઈ રીતે હોઈ શકે છે ?
C