________________
પ્રકરણ ૬ ક્ષેત્ર-પ્રદેશોનો અભેદ,
• મોટે ભાગે બધે ઠેકાણે ગુણ અને ગુણભેદની ચર્ચા જ વધારે થતી જોવામાં આવે છે, પ્રદેશ અને પ્રદેશભેદની ચર્ચા બહુ જ ઓછી થાય છે; પરંતુ પૂર્વ પ્રકરણોમાં મેં આ બધાની સમાનરૂપે ચર્ચા કરી છે. પ્રદેશભેદની ચર્ચા ન થવાનું કારણ એ છે કે ગુણોના લક્ષણ તો અલગઅલગ છે, તેથી તેમનામાં તો લક્ષણભેદ છે; જ્યારે પ્રદેશોના લક્ષણ અલગ-અલગ નથી, બધા પ્રદેશોનું એક જ લક્ષણ છે. જેમ કે જ્ઞાનગુણ જાણવાનું કામ કરે છે, દર્શન ગુણ દેખવાનું કામ કરે છે; આવો લક્ષણભેદ પ્રદેશોમાં નથી તથા પ્રદેશોનું કાર્ય અલગ-અલગ નથી.
. • પહેલાં જે તત્ત્વાર્થસૂત્ર જૈન સંઘ, મથુરાથી પ્રકાશિત થતું હતું, તેના અંતમાં ૫૯ પ્રશ્નોત્તર હતાં. એ પ્રશ્નો પંડિતશ્રી ફુલચંદજી સિદ્ધાંતશાસ્ત્રીએ ધવલા આદિના આધારે લખ્યા હતાં. તેમાં એક પ્રશ્ન આ પણ હતો કે ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ આત્માના કયા પ્રદેશોમાં થાય છે? આંખથી આપણે જોઈએ છીએ તો આંખમાં આત્માના જે પ્રદેશો છે, તેમનામાં જ ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ થવો જોઈએ, કારણ કે જોવાનું કાર્ય તો આંખથી જ થાય છે. જો સવંગ ક્ષયોપશમ થતો હોય તો શરીરના બધા અંગોથી દેખી શકાવું જોઈએ.
આ પ્રશ્નનો ઉત્તર તેમાં આ પ્રમાણે લખ્યો છે કે ચક્ષુઈન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ આત્માના સમસ્ત પ્રદેશોમાં જ થાય છે.