________________
૨૬ -
દ્રષ્ટિનો વિષય. એક હોય છે મહાસામાન્ય અને એક હોય છે મહાવિશેષ. આ બન્નેને છોડીને બાકી બધા સામાન્ય અને વિશેષ બનતા રહે છે. આ બહુ માર્મિક વિષય છે અને તેને સમજવા માટે આપે પહેલાં સંગ્રહનય અને વ્યવહારનય સમજવા પડશે.
આ વ્યવહારનય તે નિશ્ચયનય-વ્યવહારનયવાળો વ્યવહારનય નથી, પણ આગમના સાત નયોમાંનો એક વ્યવહારનય છે.
શ્રી પ્રવચનસારમાં બે પ્રકારની સત્તા બતાવી છે. એક મહાસત્તા અને બીજી અવાંતરસત્તા. આમાંથી જે મહાસત્તા છે, તે સૌથી મોટું સામાન્ય છે અને તે શુદ્ધસંગ્રહનયનો વિષય છે. બધાં છે' - એ શુદ્ધસંગ્રહનયનો વિષય છે. જીવ, પુગલ, ધર્મ, અધર્મ આદિ બધાંથી આપણી એક્તા છે. આ એકતાનો આધાર છે - તેઓ પણ છે અને હું પણ છું;' જેને મહાસત્તા કહે છે. “સત્ સામાન્ય' એટલે કે બધાં છે એટલું સામાન્ય હોવાથી બસ આપણે બધાં એક છીએ.
વ્યવહારનય આ સામાન્યમાં ભેદ કરે છે. તે કહે છે કે બધા સામાન્ય ભલે હો પરંતુ એમાંથી વિશેષ કોઈ જીવ છે, કોઈ અજીવ છે. વળી જીવમાં પણ વિશેષરૂપે કોઈ સંસારી છે, કોઈ સિદ્ધ છે. વળી સંસારી જીવમાં વિશેષરૂપે કોઈ શ્રાવક છે, કોઈ સાધુ છે. વળી શ્રાવકમાં વિશેષરૂપે કોઈ ચતુર્થ ગુણસ્થાનવર્તી છે, કોઈ પંચમ ગુણસ્થાનવર્તી છે. એમ આ વ્યવહારનય વિશેષ વિશેષ ભેદ કરતો જાય છે. તે કયાં સુધી ? કે જ્યાં સુધી છેલ્લી એક ‘એકાઈ (final unit entity) તેનો વિષય ન બને. જે નય તે એકાઈને પોતાનો વિષય બનાવે છે તે ઋજુસુત્રનય છે.
આમ શુદ્ધસંગ્રહનયના વિષય મહાસામાન્યનો વ્યવહારનય દ્વારા ભેદ કરતાં કરતાં ઋજુસૂત્રનયના વિષય મહાવિશેષ સુધી પહોંચાય છે. ૧ આ વિષય ઉપર વધુ જાણકારી માટે જુઓ ‘પરમભાવ પ્રકાશક નયચક્ર'