________________
દ્રષ્ટિનો વિષય
છે; વસ્તુના વિશેષ ભેદ, અનિત્ય અને અનેક અંશો પર્યાયાદિકનયના વિષય બને છે અને તેથી તેમને ‘પર્યાય' સંજ્ઞા છે.
૧૩
• આમ વસ્તુ પ્રમાણનો વિષય છે. એમાંથી સામાન્ય, અભેદ, નિત્ય અને એક એ ચાર તો દ્રવ્યાર્થિકનયના વિષય છે અને તેઓ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે તથા વિશેષ, ભેદ, અનિત્ય અને અનેક એ ચાર પર્યાયાર્થિંકનયના વિષય છે અને તેઓ દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી.
સામાન્ય, અભેદ, નિત્ય અને એક – એ દ્રવ્યાર્થિકનયના વિષય છે. વસ્તુ તો એક છે; પરંતુ એની આ ચાર વિશેષતાઓ છે. એ ચાર હોવાથી ભેદ થઈ ગયો; તેથી એ ‘ચારપણું’ પણ પર્યાયાર્થિકનયનો વિષય બને છે. પરંતુ આ ચારેયનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે જ દ્રષ્ટિનો વિષય છે અને તેમાં પર્યાય સામેલ નથી.
આમ આ દ્રષ્ટિના વિષયમાં પર્યાયાર્થિનયના વિષય-વસ્તુના એ ચાર અંશો સામેલ નથી, જેમની પર્યાય સંજ્ઞા છે તથા તે ચાર અંશો સામેલ છે, જેમની દ્રવ્ય સંજ્ઞા છે. ધ્યાન રહે કે દ્રવ્ય સંજ્ઞા જેમને છે તે ચાર અંશોનો પણ ભેદ દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી પરંતુ તે ચારેય અંશોનો અભેદ જ દ્રષ્ટિનો વિષય છે. આનું જ નામ છે પર્યાયથી રહિત દ્રષ્ટિનો વિષય.
પ્રશ્ન:- દ્રવ્ય શબ્દનો પ્રયોગ તો અનેક અર્થોમાં થાય છે. એમાંથી દ્રષ્ટિનો વિષય કયું દ્રવ્ય છે ?
ઉત્તર:- પ્રત્યેક વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમય હોય છે. વસ્તુના આ ચાર પક્ષોમાં દ્રવ્ય પણ એક પક્ષ છે, જે સામાન્યવિશેષાત્મક હોય છે. આ રીતે વસ્તુના સામાન્ય-વિશેષાત્મક પક્ષને પણ દ્રવ્ય કહે છે અને મૂળ વસ્તુને પણ દ્રવ્ય કહે છે. આ બન્ને દ્રવ્યો દ્રવ્યદ્રષ્ટિના વિષય બનતા નથી.