________________
પ્રકરણ ૩
-
દ્રષ્ટિનો વિષય
• દ્રવ્યાર્થિકનયનો વિષય એ જ દ્રષ્ટિનો વિષય છે. આથી દ્રષ્ટિના વિષયને સમજવા માટે દ્રવ્યાર્થિકનયના સ્વરૂપને, તેના વિષયને સારી રીતે સમજવો જ જોઈશે.
પરમભાવપ્રકાશન ચક્રમાં જે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયનું પ્રકરણ મેં લખ્યું છે, તેના પ્રારંભના ૪-૫ પાનામાં આનું વિસ્તારથી વર્ણન છે. આ વાતને સમજવા માટે તે પ્રકરણનું અધ્યયન ઊંડાણથી કરવું. જોઈએ. (સંદર્ભ માટે જુઓ પરિશિષ્ટ)
• વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. ભેદાભદાત્મક છે, નિત્યાનિત્યાત્મક છે, એકાનેકાત્મક છે.
વસ્તુ દ્રવ્યની અપેક્ષા સામાન્ય પણ છે અને વિશેષ પણ છે; કાળની અપેક્ષા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે; ક્ષેત્રની અપેક્ષા ભેદ પણ છે અને અભેદ પણ છે તથા ભાવની અપેક્ષા એક પણ છે
અને અનેક પણ છે. આ રીતે વસ્તુની આ આઠ વિશેષતાઓ છે. અર્થાત્ * વસ્તુ એક પણ છે, અનેક પણ છે; નિત્ય પણ છે, અનિત્ય પણ છે; ભેદ પણ છે, અભેદ પણ છે; સામાન્ય પણ છે અને વિશેષ પણ છે.
• દ્રવ્યાર્થિકનયના વિષયને દ્રવ્ય' કહે છે અને પર્યાયાર્થિકનયના વિષયને ‘પર્યાય' કહે છે. વસ્તુના સામાન્ય, નિત્ય, અભેદ અને એક અંશો દ્રવ્યાર્થિકનયના વિષય બને છે. અને તેથી તેમને દ્રવ્ય' સંજ્ઞા