________________
પ્રકરણ ૨
સ્વચતુષ્ટયા
• દ્રષ્ટિનો વિષય એટલે દ્રવ્યદ્રષ્ટિનો વિષય. દ્રવ્ય એટલે શું? દ્રવ્ય શબ્દનો ઉપયોગ જિનવાણીમાં ત્રણ રીતે કરવામાં આવે છે : ૧. ગુખપર્યયવત્ દ્રવ્યમ્ – તે દ્રવ્ય, જેને શાસ્ત્રીય ભાષામાં પ્રમાણનું
દ્રવ્ય કહેવામાં આવે છે. એ દ્રવ્ય-ગુણ અને પર્યાય સહિત હોય
છે. આ દ્રવ્ય તે દ્રષ્ટિનો વિષય નથી. ૨. દરેક વસ્તુમાં ચાર ચીજો હોય છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ.
આ ચતુષ્ટયમાં જે દ્રવ્ય આવ્યું તે પણ દ્રષ્ટિનો વિષય નથી. ૩. પર્યાયાર્થિકનયના વિષયને પર્યાય અને દ્રવ્યાર્થિકનયના વિષયને
દ્રવ્ય કહેવામાં આવે છે. આ દ્રવ્ય તે દ્રષ્ટિનો વિષય છે. પ્રમાણના દ્રવ્યમાંથી દ્રષ્ટિના વિષય આદ્રવ્યને કોતરીને કાઢવાનું
જેમ દૂધમાં ઘી છે તે સાચી વાત છે, પરંતુ તે અણઘડ હાથોથી નિકળતું નથી. દૂધમાંથી ઘી કાઢવાની એક ખાસ વિધી છે, જે સિવાય અન્ય કોઈ વિધીથી તે કાઢી શકાતું નથી. તેવી જ રીતે દ્રષ્ટિના વિષયને કાઢવાની પણ એક ખાસ વિધી છે. એ વિધી છે તો સરળ, પણ તે તેને સમજવા માટે ઉપયોગને કેન્દ્રિત કરવો પડશે.'