________________
– દ્રષ્ટિનો વિષય
. • પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચાર ચીજો છે. ખરેખર તો આ ચાર જુદી જુદી ચીજો નથી પરંતુ એક જ વસ્તુને જોવાના ચાર દ્રષ્ટિકોણ છે. દરેક વસ્તુને આ ચાર દ્રષ્ટિકોણોથી જોવામાં આવે છે. જેમ કે લગ્નની આમંત્રણ પત્રિકામાં –
કોનું? એ દ્રવ્યનું સૂચક છે, કયાં ? એ ક્ષેત્રનું સૂચક છે, ક્યારે ? એ કાળનું સૂચક છે, શું? એ ભાવનું સૂચક છે.
જો આમાંથી એક પણ ચીજ નહિ હોય તો આમંત્રણ પત્રિકા ખંડિત થઈ જશે અર્થાત્ તે આમંત્રણ પત્રિકા નહિ રહે.
ઓ ચાર ચીજોથી પ્રમાણનું દ્રવ્ય બને છે, જેમાંથી આપણે દ્રષ્ટિના વિષયને કાઢવાનો છે.
૦ આ એક નિયમ છે કે દરેક વસ્તુ સ્વચતુષ્ટયથી યુક્ત હોય છે. વસ્તુ તેનું જ નામ છે કે જે સ્વચતુષ્ટયથી યુક્ત હોય. આમ વસ્તુ તેને કહે છે, જેમાં ચાર ચીજો મળી આવે. જો ચાર ચીજોમાંથી એક પણ ખંડિત થઈ ગઈ, તો તે વસ્તુ છે અને અવસ્તુ ગધેડાના શીંગડા સમાન હોય છે. વસ્તુમાં પ્રાપ્ત થતી તે ચાર ચીજો છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ.
દ્રવ્યનો અર્થ છે વસ્તુ, ક્ષેત્રનો અર્થ છે પ્રદેશ, કાળનો અર્થ છે પર્યાય અને ભાવનો અર્થ છે ગુણ. જેમાં દ્રવ્ય, ગુણ, પર્યાય અને પ્રદેશ સામેલ હોય, તેનું નામ જ વસ્તુ છે. . • આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીએ પણ “મોક્ષમાર્ગપ્રકાશક' માં લખ્યું છે કે અનાદિનિધન વસ્તુઓ ભિન્ન-ભિન્ન પોતાની મર્યાદા સહિત પરિણમિત થાય છે. અહીં અનાદિનિધન કહીને કાળની વાત કહી છે.