________________ ડૉ. હુકમચંદજી ભારિલ્સનું નામ આજે જૈન સમાજના ઉચ્ચકોટિના વિદ્વાનોમાં અગ્રગણ્ય છે. જેઠ વદ આઠમ વિ.સં. 1992, શનિવાર, તા. 25 મે 1935 ના દિને લલિતપૂર (ઉ.પ્ર.) જિલ્લાના બરૌદાસ્વામી ગામના એક ધાર્મિક જૈન પરિવારમાં જન્મેલા ડૉ. ભારિલ્લ શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન તથા એમ.એ., પીએચ.ડી. છે. સમાજ દ્વારા વિદ્યાવાચસ્પતિ, વાણીવિભૂષણ, જૈનરત્ન આદિ અનેક ઉપાધિઓથી સમય-સમય પર આપને વિભૂષિત કરવામાં આવ્યા છે. સરલ, સુબોધ, તર્કસંગત તેમજ આકર્ષક શૈલીના પ્રવચનકાર ડૉ. ભારિત્ને આજ સુધીમાં નાના-મોટા 40 પુસ્તકો લખ્યાં છે અને અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે આજ સુધીમાં આઠ ભાષાઓમાં તેમની 35 લાખથી પણ વધુ કૃતિઓ જન-જન સુધી પહોંચી ચૂકી છે. સૌથી વધુ વેચાણવાળા જૈન આધ્યાત્મિક માસિક વીતરાગ-વિજ્ઞાન હિંદી તથા મરાઠીના આપ સંપાદક છો. પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટની સમસ્ત પ્રવૃત્તિઓના સંચાલનમાં આપનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. સુખાડિયા વિશ્વવિદ્યાલય ઉદયપુરથી ડૉ. મહાવીર જૈને ડૉ. હુકમચંદ ભારીલ્લ ‘વ્યક્તિત્વ અને કર્તુત્વ' વિષય ઉપર સંશોધન કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે જે ગૌરવનો વિષય છે. પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના આપ અનન્યતમ શિષ્ય છો. PARAS PRINTS: 98210 15079