________________
પરિશિષ્ટ - પ્રકરણ - પ–
-૧૩૧ કરીએ ? તાત્પર્ય એ છે કે જ્યારે દષ્ટિના વિષયમાં વિકલ્પ ઉત્પન્ન કરનાર હોવાથી ગુણભેદને પણ સામેલ કરવામાં આવતા નથી તો રાગાદિરૂપ પ્રમત્ત પર્યાયોને સામેલ કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.
જોકે આત્મા તો અનંતગુણોનો અધિષ્ઠાતા એક ધર્મ છે, સહભાવી પર્યાય જેમનું નામ છે એવા અનંતગુણોનો અખંડપિંડ છે; કેમ કે ધર્મ અને ધર્મમાં, ગુણ અને ગુણીમાં સ્વભાવથી જ અભેદ હોય છે; તેમ છતાં જે લોકો તે અભેદ, અખંડ ધર્મી આત્માને સમજતા નથી; તેઓને સમજાવવા આચાર્યદેવ ધર્મો અને ગુણોના ભેદ કરીને સમજાવે છે; પરંતુ ધર્મોના માધ્યમથી સમજાવે છે તો એક ધર્મને જ; ગુણોના માધ્યમથી પણ સમજાવે છે તો એક ગુણીને જ. સમજાવવાની એ પ્રક્રિયાનું નામ જ વ્યવહાર છે; પરંતુ અભેદ-અખંડ આત્માનો અનુભવ કરતાં તો એકમાત્ર શુદ્ધ જ્ઞાયકભાવ જ અનુભવમાં આવે છે, જ્ઞાન-દર્શનચારિત્રનો ભેદ દેખાતો નથી. તાત્પર્ય એ છે કે અનુભવમાં જ્ઞાન-દર્શનચારિત્ર ભિન્ન ભિન્ન દેખાતાં નથી, એક ત્રિકાળી ધ્રુવ નિત્ય, અભેદ, અખંડ, . ભગવાન આત્મા જ દેખાય છે.
અનુભવમાં જે એક અભેદ અખંડ નિત્ય જ્ઞાયકભાવ જણાય છે, તે જ દષ્ટિનો વિષય છે, તેના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તેમાં પોતાપણું સ્થાપિત થવાનું નામ સમ્યગ્દર્શન છે, એકમાત્ર તે જ ધ્યાનનું ધ્યેય છે; વધુ શું કહીયે - મુક્તિના માર્ગનો મૂળ આધાર તે જ જ્ઞાયકભાવરૂપ ભગવાન આત્મા છે.
તે ભગવાન આત્મા અન્ય કોઈ નહિ, સ્વયં હું જ છું – એવી દઢ આસ્થા, સ્વાનુભવપૂર્વક દઢપ્રતીતિ, તીવ્ર રુચિ જ વાસ્તવિક ધર્મ છે,