________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૫
-૧૨૯
કારણે તેનું નામ દ્રવ્ય છે. બસ આ જ દ્રવ્ય, દ્રવ્યદષ્ટિનો વિષય બને છે, એમાં પોતાપણું સ્થાપિત થવું તે જ સમ્યગ્દર્શન છે. એની વિરૂદ્ધ પોતાની આત્મવસ્તુના વિશેષ, ભેદ તથા તેની અનિત્યતા તેમજ અનેકતાની પર્યાયસંશા છે અને તેમાં પોતાપણું થવું તે જ મિથ્યાદર્શન છે.
દ્રવ્યાર્થિકનયના વિષયભૂત આ દ્રવ્યને જ અહીં શુદ્ધદ્રવ્ય કહ્યું છે અને તેને વિષય બનાવવાવાળા નયને શુદ્ધનય, નિશ્ચયનય અથવા શુદ્ધનિશ્ચયનય કહેવાયો છે.
આ ગાથામાં નિશ્ચય-વ્યવહારની, “અભેદ તે નિશ્ચય અને ભેદ તે વ્યવહાર' –એ પરિભાષાને મુખ્ય કરવામાં આવી છે. આ જ કારણ છે કે અહીં અભેદને નિશ્ચય અને ગુણભેદને વ્યવહાર કહ્યો છે.
અગ્નિના દાહક, પાચક તેમજ પ્રકાશક સ્વભાવનું ઉદાહરણ દેતાં આચાર્ય જયસેન આ ગાથાના ભાવને આ રીતે સ્પષ્ટ કરે છે :
જેમ અભેદરૂપ નિશ્ચયનયથી અગ્નિ એક જ છે – એમ નિશ્ચય કર્યા પછી ભેદરૂપ વ્યવહારથી એમ પ્રતિપાદન કરે છે કે તે અગ્નિ બાળે છે માટે દાહક છે; પકાવે છે, માટે પાચક છે, અને પ્રકાશે છે માટે પ્રકાશક છે. આવી વ્યુત્પત્તિથી વિષયના ભેદથી તે જ અગ્નિ ત્રણ પ્રકારની કહેવાય છે.
તેવી જ રીતે આ જીવ અભેદરૂપ નિશ્ચયનયથી તો શુદ્ધ ચૈતન્યમાત્ર હોવા છતાં પણ ભેદરૂપ વ્યવહારનયથી એમ પ્રતિપાદિત કરે છે કે આ જીવ જાણે છે, માટે જ્ઞાન છે; દેખે છે (શ્રદ્ધાન કરે છે), માટે દર્શન છે; અને આચરણ કરે છે. માટે ચારિત્ર છે. આ પ્રકારની વ્યુત્પત્તિથી વિષયના ભેદથી તે જ જીવ ત્રણ પ્રકારનો પણ કહેવાય છે, ત્રણ ભેદરૂપ પણ થઈ જાય છે.”