________________
૧૨૮
• દ્રષ્ટિનો વિષય
ઉત્તર – દરેક વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમય હોય છે. વસ્તુના આ ચાર પક્ષોમાં દ્રવ્ય પણ એક પક્ષ છે, જે સામાન્યવિશેષાત્મક હોય છે. આમ વસ્તુના સામાન્ય-વિશેષાત્મક પક્ષને પણ દ્રવ્ય કહે છે અને મૂળવસ્તુને પણ દ્રવ્ય કહે છે. તે બન્ને દ્રવ્યો દ્રવ્યદષ્ટિના વિષય બનતા નથી.
વસ્તુના સામાન્ય અને વિશેષ એ બે રૂપ દ્રવ્યની અપેક્ષાએ છે, ભેદ અને અભેદ – એ બે રૂપ ક્ષેત્રની અપેક્ષાએ છે, નિત્ય અને અનિત્ય - એ બે રૂપ કાળની અપેક્ષાએ છે તથા એક અને અનેક એ બે રૂપ ભાવની અપેક્ષાએ છે.
જેવી રીતે ગુણોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને ગુણભેદ પર્યાયાર્થિકનયનો, પ્રદેશોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને પ્રદેશભેદ પર્યાયર્થિકનયનો, દ્રવ્યનો અભેદ (સામાન્ય) દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને દ્રવ્યભેદ (વિશેષ) પર્યાયાર્થિકનયનો; તેવી જ રીતે કાળ (પર્યાય)નો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય થાય છે અને કાળભેદ (પર્યાયો) પર્યાયાર્થિકનયનો વિષય બને છે.
અહીં જે જે પર્યાયાર્થિકનયના વિષયો છે, તે સર્વને પર્યાયસંજ્ઞા છે અને જે જે દ્રવ્યાર્થિકનયના વિષયો છે, તે સર્વને દ્રવ્યસંશા છે.
આમ અધ્યાત્મમાં ગુણભેદ, પ્રદેશભેદ, દ્રવ્યભેદ વિશેષ) તેમજ કાળભેદ (પર્યાયો) - એ બધાની પર્યાયસંજ્ઞા જ છે અને તે બધી પર્યાયો દ્રવ્યાર્થિકનયનો વિષય બનતી નથી, તેથી દષ્ટિનો વિષય પણ બનતી નથી.
પોતાની આત્મવસ્તુના આ ચાર યુગલોમાં સામાન્ય, અભેદ, નિત્ય અને એક-એમની અખંડતા દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે અને આ જ