________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૫
-૨૧૨૭
ગુણ, પ્રદેશ અને પર્યાય ક્રમશઃ ભાવ, ક્ષેત્ર અને કાળના વાચક છે. સામાન્ય અને વિશેષ દ્રવ્યના ભેદ છે, એક અને અનેક ભાવના ભેદ છે, અભેદ અને ભેદ ક્ષેત્રના ભેદ છે તથા નિત્ય અને અનિત્ય કાળના ભેદ છે. તેમાં દ્રવ્યદષ્ટિનો વિષય સામાન્ય, એક, અભેદ તેમજ નિત્ય દ્રવ્ય બને છે અને પર્યાય દષ્ટિનો વિષય વિશેષ, અનેક, ભેદ તેમજ અનિત્ય પર્યાયો બને છે.
પર્યાયદષ્ટિનો વિષય બનવાને કારણે વિશેષ, અનેક, ભેદ તેમજ અનિત્યતાને પર્યાય કહેવાય છે અને દ્રવ્યદષ્ટિનો વિષય બનવાને કારણે સામાન્ય, એક, અભેદ તેમજ નિત્યતાને દ્રવ્ય કહેવાય છે. આ જ દ્રવ્ય દ્રવ્યદષ્ટિનો વિષય બને છે અને એના જ આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ દ્રવ્યમાં સામાન્યના રૂપમાં દ્રવ્ય, એકના રૂપમાં અનંતગુણોનો અખંડપિંડ, અભેદના રૂપમાં અસંખ્ય પ્રદેશોનો અખંડ પિંડ અને નિત્યના રૂપમાં અનંતાનંત પર્યાયોનો સામાન્યાંશ અથવા વૃત્તિની અનુસ્મૃતિથી રચિત પ્રવાહ સામેલ છે. આમ દષ્ટિના વિષયમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અખંડતા - એક્તા વિદ્યમાન રહે છે.
પ્રશ્ન - અહીં તો આપે વિશેષને પર્યાયાર્થિક નયનો વિષય બનાવીને દષ્ટિના વિષયમાંથી કાઢી નાખ્યો છે, પણ ૭૩મી ગાથાની ટીકામાં તો સામાન્ય-વિશેષાત્મક દ્રવ્યને જ દષ્ટિનો વિષય બતાવ્યો છે.
ઉત્તર - ત્યાં સામાન્યનો અર્થ દર્શનગુણ તેમજ વિશેષનો અર્થ જ્ઞાનગુણ લીધો છે. તેથી ત્યાં સામાન્ય-વિશેષાત્મક દ્રવ્યનો અર્થ જ્ઞાનદર્શન સ્વભાવી ભગવાન આત્મા જ છે.
આ પ્રશ્ન - દ્રવ્ય શબ્દનો પ્રયોગ તો અનેક અર્થોમાં થાય છે. તેમાં દષ્ટિનો વિષય કર્યું દ્રવ્ય છે ?