________________
૧૨.
-- દ્રષ્ટિનો વિષય
(અખંડતા) ના કારણ હોવા જોઈએ. આમ એ સહજ જ ફલિત થાય છે કે વસ્તુની સમગ્રતા ક્ષેત્રની અખંડતા છે અને વૃત્તિની સમગ્રતા કાળની અખંડતા છે. તાત્પર્ય એ છે કે પરિણામોમાં સર્વત્ર પરસ્પર અનુસ્મૃતિથી રચિત એક પ્રવાહ જે કાળની અખંડતા છે.
- આ રીતે એ અત્યંત સ્પષ્ટ છે કે પ્રવાહની નિરંતરતાને પણ નિત્યતા કહે છે, કેમકે નિત્યતા અને અનિત્યતામાં કાળની અપેક્ષા જ મુખ્ય છે. આથી નિત્યનો અર્થ, વસ્તુની સદા ઉપસ્થિતિ એટલો જ માત્ર - યોગ્ય નથી, પરંતુ તેમાં પ્રવાહની નિરંતરતા પણ જોડાયેલી છે. આ નિત્યતા જ કાળની અખંડતા છે, જે દષ્ટિના વિષયનું અભિન્ન અંગ છે.
પ્રશ્ન- આ રીતે કાળની અખંડતાને સુરક્ષિત રાખવાથી દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યમાં અર્થાત્ દષ્ટિના વિષયમાં પર્યાય ભળી નહિ જાય? કેમકે પરિણામોના અન્વયને જ તો કાળની અખંડતા કહેવાય રહી છે. જ્યારે પરિણામોનો અન્વય દષ્ટિના વિષયમાં આવી ગયો તો પરિણામ પણ આવી જ ગયા સમજો.
ઉત્તરઃ- એમ વાત નથી કેમકે આચાર્ય જયસેન અન્વયને ગુણનું અને વ્યતિરેકને પર્યાયનું લક્ષણ કહે છે. તેમના મૂળ શબ્દો આપ્રમાણે છે :
"अन्ययिनो गुणा अथवा सहभुवा गुणा इति गुणलक्षणम् । व्यतिरेकणः पर्याया अथवा क्रमभुवः पर्याया इति पर्याय लक्षणम् ।"१
આ કથનથી એ સ્પષ્ટ છે કે અનુસ્મૃતિથી રચિત પ્રવાહ ગુણ છે, પર્યાય નહીં. કાળનો અન્વય (અખંડ પ્રવાહ) ગુણ છે અને કાળનો વ્યતિરેક પર્યાયો છે. આ રીતે કાળની અખંડતા દષ્ટિના વિષયમાં આવવા છતાં પણ પર્યાયો તેમાં આવતી નથી.