________________
- ૧૦૮૦
• દ્રષ્ટિનો વિષય પણ કહી શકાય કે બંને પક્ષ સમાન રૂપથી જ મુખ્ય થઈ જાય છે, વિવક્ષિત થઈ જાય છે.
“સર્વથા’ શબ્દનો મર્મ સમજવા માટે આપણે થોડા ઊંડાણમાં જવું પડશે. જેમ કે :| સર્વ = બધા (દ્રવ્ય-અપેક્ષા); સર્વત્ર = બધી જગ્યાએ (ક્ષેત્રઅપેક્ષા)
સર્વદા = પ્રતિ સમય (કાળ-અપેક્ષા); સર્વથા = સર્વ પ્રકારે (ભાવ-અપેક્ષા)
ઉપરના શબ્દાર્થોથી એક વાત પ્રતિફલિત થાય છે કે “સર્વ શબ્દ દ્રવ્યવાચી, સર્વત્ર શબ્દ ક્ષેત્રવાચી, ‘સર્વદા' શબ્દ કાળવાચી અને સર્વથા’ શબ્દ ભાવવાચી છે.
પ્રત્યેક પદાર્થ સ્વચતુષ્ટયની અપેક્ષાએ જ સત્ છે. તેના સ્વચતુષ્ટય – સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ જ છે. આનો અર્થ એમ થાય છે કે વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમય છે; તેને આના જ માધ્યમથી સમજી શકાય છે, સમજાવી શકાય છે.
- જ્યારે આપણે એમ કહીએ છીએ કે ઈમાનદારીનો સર્વત્ર અભાવ છે તો આનો અર્થ ‘ક્યાંય પણ ઈમાનદારી છે નહિ એમ થાય છે. આ વાક્યથી ઈમાનદારીનો નિષેધ બધા ક્ષેત્રોમાં તો થાય છે, પણ બધા કાળોમાં નહિ. આમ જ્યારે આપણે એમ કહીએ કે હું સર્વદા સત્ય બોલું છું' તો આ કથન ત્રિકાળની બાબતમાં છે, બધા દ્રવ્યો અને ક્ષેત્રોની બાબતમાં નથી. આમ જ્યારે આપણે “સર્વથા' શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ માત્ર સર્વભાવ જ થાય છે; સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વદ્રવ્ય ક્યારેય નહિ. આમ “સર્વથા' શબ્દનો અર્થ ભાવ અપેક્ષાથી જ ઘટિત થાય છે.