________________
૧૦૯
પરિશિષ્ટ - પ્રકરણ - ૨ -
અહીં સર્વથા બંધ કરવામાં પણ ભાવાપેક્ષાની જ વાત છે અર્થાત્ સદાકાળ બંધ રાખવાનો નથી. બસ, જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈએ ત્યારે જ પર્યાયાર્થિકનયના ચક્ષુને બંધ રાખવાનું છે; દ્રવ્યાર્થિકનયથી જેવાવાળાઓએ જ પર્યાયાર્થિકનયના ચક્ષને બંધ રાખવાનું છે, બધાએ નહીં. આમ “સર્વત્ર ની બાબતમાં પણ સમજી લેવું જોઈએ.
આમ સર્વથા બંધ કરવાનો અર્થ બધાને નહીં, માત્ર તેને કે જે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય, હંમેશા નહીં, માત્ર તે સમયે જ્યારે તે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય; સર્વત્ર નહીં, માત્ર તે ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં તે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય; એમ થાય છે.
બીજી રીતે વિચાર કરીએ તો ‘સર્વથા’ શબ્દનો અર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ – ચારેચારની અપેક્ષાએ થાય છે. સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વથા – આ ક્રમમાં ‘સર્વથા અંતિમ શબ્દ છે; તેથી-આનો પ્રયોગ ચારે ચારના સમુદાયમાં પણ થઈ શકે છે; થાય પણ છે. જેમ કે :અગ્નિ સર્વથા ગરમ છે, જીવ સર્વથા ચિસ્વરૂપ છે, પુદ્ગલ સર્વથા રૂપી છે – આ ઉદાહરણોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ – આ બધી અપેક્ષાઓ આવી જાય છે. બધી અગ્નિ ગરમ છે, તેનો સ્વભાવ પણ ગરમ જ છે. આમ પ્રત્યેક જીવ ચિસ્વરૂપ છે, પ્રત્યેક જીવનો પ્રત્યેક પ્રદેશ ચિસ્વરૂપ છે અને પ્રત્યેક જીવનો સ્વભાવ પણ ચિસ્વરૂપ જ છે. આમ પુદ્ગલ પર પણ સમજી લેવું જોઈએ.
આમ આપણે જોઈએ છીએ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ - ચારેયમાં ઘટિત કરવા છતાં પણ “સર્વથા’ શબ્દથી મિથ્યા-એકાન્ત નહીં થાય, કારણ કે જીવ સ્વચતુષ્ટયથી ચિસ્વરૂપ જ છે. અગ્નિ સ્વચતુષ્ટયથી ગરમ જ છે અને પુદ્ગલ સ્વચતુષ્ટયથી રૂપી જ છે. વસ્તુતઃ વાત એમ છે કે સર્વથા શબ્દને જો અપરપક્ષની ગૌણતાના અર્થમાં જ સમજવામાં આવેતો મિથ્યા