________________
૧૦૬૦
- દ્રષ્ટિનો વિષય વારંવાર બંધ કરવી પડે છે; આ બંધ કરવાની ઝંઝટમાં વારંવાર કોણ પડે?” - આ વિકલ્પથી જો કોઈ લક્ષ્યવેધી (નિશાનબાજ) બીજી આંખ ફોડી જ નાખે તો તે એક આંખવાળો (કાણો) જ થઈ જશે. તેમ “આપણે તો માત્ર દ્રવ્યદૃષ્ટિથી પ્રયોજન છે, આ પર્યાયોને જાણવાથી શું લાભ છે? દ્રવ્યને જાણવા માટે વારંવાર પર્યાયાર્થિક નયની આંખ બંધ કરવી પડે છે.” આમ પર્યાયાર્થિકનયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે પોતાને આત્માર્થી માનનાર કોઈ અજ્ઞાની જે પર્યાયાંર્થિકનયનો સ્વીકાર જ ન કરે, તેનો સર્વથા નિષેધ જ કરી દે તો તેને એકાન્તી (મિથ્યાએકાન્તી) જ માનવામાં આવશે.
આમ “બગડવું કે સુધરવું તો પર્યાયમાં જ થાય છે; અતઃ તેને જ સુધારવાની-છે, સંભાળવાની છે, તેથી તેને જ જોતા-જાણતા રહેવાનું છે. પર્યાયને જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષને વારંવાર બંધ કરવું પડે છે.” - આમ દ્રવ્યાર્થિનયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે જે કોઈ વ્યવહાર વિમૂઢ પર્યાયદષ્ટિવાળો દ્રવ્યાર્થિકનયનો સ્વીકાર જ ન કરે, તેનો સર્વથા નિષેધ જ કરી દે, તોપણ તે એકાન્તી (મિથ્યા એકાન્તી) જ માનવામાં આવશે. જે પર્યાયોને સુધારવાના ચક્કરમાં તેને જ જોતો રહેશે, દ્રવ્યને જોશે જ નહીં તો તેની પર્યાયનો સુધાર પણ સંભવ નથી; કેમ કે પર્યાયોનો સુધાર તો દ્રવ્યાધીન છે. કહેવાનો આશય એમ છે કે દ્રવ્યદષ્ટિવન્તને જ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય પર દષ્ટિ જવાથી જે નવી પર્યાય પ્રગટ થાય છે, તે સુધરેલી કે નિર્મળ જ હોય છે.
“સર્વથા’ શબ્દનો પ્રયોગ જોકે મિથ્યા-એકાન્તના અર્થમાં પણ થાય છે, તોપણ સર્વત્ર આમ જ થાય છે – એવી વાત છે નહિ, કેમ કે સમ્યગેકાન્ત માટે પણ આનો પ્રયોગ જોવામાં આવે છે.
“સર્વથાશબ્દના વિભિન્ન પ્રયોગોના સંદર્ભમાં સમયસાર નાટકનો નીચે લખેલો છંદ પણ દ્રષ્ટવ્ય છે :