________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૨ -
- ૧૦૫
જેકે જૈનદર્શન અનેકાન્તવાદી દર્શન છે, તોપણ તે અનેકાન્તમાં પણ એકાન્ત સ્વીકાર કરે છે. તેને સમ્યગનેકાન્તની સાથે સમ્યગેકાન્ત પણ સ્વીકાર્ય છે તથા મિથ્યા-એકાન્તની સાથે મિથ્યા-અનેકાન્ત પણ સ્વીકાર્ય નથી. આની વિશેષ જાણકારી માટે સાતમો અધ્યાય જુઓ ત્યાં જ અને “પણ” ના સંબંધમાં પણ વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાનું છે, કિંચિત્માત્ર પણ ઉઘાડું રાખવાનું નથી. જો પર્યાયાર્થિક ચક્ષને કિંચિત્માત્ર પણ ઉઘાડું રાખવામાં આવે તો દ્રવ્યાર્થિકનયનું વિષયભૂત દ્રવ્ય દેખાશે નહિ. આમ પર્યાયાર્થિક ચક્ષુથી જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષને સર્વથા બંધ રાખવાનું છે, કિંચિત્માત્ર પણ ઉઘાડું રાખવાનું નથી; અન્યથા પર્યાયાર્થિકનયની વિષયભૂત પર્યાયો દેખાશે નહિ. એક નયની વિષયભૂત વસ્તુને જોવા માટે બીજા નયની આંખને પૂરી રીતે બંધ કરવી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. પણ ધ્યાન રહે કે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાયાર્થિક ચક્ષને માત્ર સર્વથા બંધ જ રાખવાનું છે, ફોડી નાખવાનું નથી, કેમ કે સર્વથા બંધ રાખવાથી સમ્યક્ર-એકાન્ત થાય છે અને ફોડી નાખવાથી મિથ્યા એકાન્ત.
જેમ લક્ષ્ય-બિન્દુને વીંધવા માટે બંદૂક વાપરતી વખતે એક આંખને પૂરી રીતે બંધ કરવી પડે છે, અન્યથા લક્ષ્યને વીંધી શકાતું નથી; તેમ આપણા વિષયના લક્ષ્યને વીંધવા માટે બીજા નયને સર્વથા ગૌણ કરવો પડે છે. વળી જેમ લક્ષ્યને વીંધવાના પ્રયોજનથી બીજી આંખને સર્વથા બંધ કરવી આવશ્યક છે, ફોડી નાખવાની જરૂર નથી; તેમ એક નયના વિષયના સ્પષ્ટ પ્રતિભાસ માટે અપર પક્ષને સર્વથા ગૌણ કરવો આવશ્યક છે, તેનો નિષેધ કરવો આવશ્યક નથી.
“આપણું કામ તો લક્ષ્યને વીંધવાનું જ છે, એમાં બીજી આંખને