________________
પરિશિષ્ટ - પ્રકરણ
-
૨
૯૦
છે. તથા પર્યાયાર્થિકનયના વિષયભૂત પર્યાયાંશમાં વિશેષત્વ, ભેદત્વ, અનિત્યત્વ અને અનેકત્વનો સમાવેશ થાય છે.
આ જ વિશેષતાના કારણે દ્રવ્યાર્થિકનયના વિષયને દ્રવ્ય, સામાન્ય, અભેદ, નિત્ય અને એક તથા પર્યાયાર્થિકનયના વિષયને પર્યાય, વિશેષ, ભેદ, અનિત્ય અને અનેક વગેરે શબ્દોથી કહેવામાં આવે છે.
ઉપર્યુક્ત કથનનો અર્થ એમ થાય છે કે ઉક્ત નયોના સંદર્ભમાં દ્રવ્ય, સામાન્ય, અભેદ, નિત્ય અને એક – આ બધાં વિશેષણ વિભિન્ન અપેક્ષાઓથી દ્રવ્યાર્થિકનયનો વિષય હોવાથી એકાર્થવાચી થઈ ગયા અર્થાત્ ‘દ્રવ્ય’ પદના જ પર્યાયવાચી રૂપ થઈ ગયા. આમ પર્યાય, વિશેષ, ભેદ, અનિત્ય અને અનેક - આ બધાં વિશેષણ વિભિન્ન અપેક્ષાઓથી પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી એકાર્થવાચી થઈ ગયા અર્થાત્ ‘પર્યાય’ પદના જ પર્યાયવાચી રૂપ થઈ ગયા.
જોકે એક દષ્ટિથી ઉપર્યુક્ત શબ્દો એકાર્થવાચી છે, તોપણ વિભિન્ન અપેક્ષાઓથી પ્રયુક્ત હોવાના કારણે પોતાના જુદા-જુદા ભાવ પણ વ્યક્ત કરે છે – આ વાતને આપણે ન ભૂલવી જોઈએ. જેમ કે જો આપણે કહીએ કે વસ્તુ પર્યાયાર્થિફનયથી અનેકસ્વરૂપ છે તો સમજવું જોઈએ કે પર્યાયાર્થિકનયનો આ પ્રયોગ ભાવની અપેક્ષાએ કરવામાં આવેલો પ્રયોગ છે અને આમાં વક્તાનો અભિપ્રાય પર્યાયાર્થિકનયથી ભાવસંબંધી વિશેષતા બતાવવાનો છે. આમ જ્યારે આપણે એમ કહીએ કે વસ્તુ પર્યાયાર્થિકનયથી અનિત્ય છે ત્યારે સમજવું જોઈએ કે પર્યાયાર્થિકનયનો આ પ્રયોગ કાળની અપેક્ષાએ કરવામાં આવેલો પ્રયોગ છે અને આમાં વક્તાનો અભિપ્રાય કાળસંબંધી વિશેષતા બતાવવાનો છે.
જેમ અહીં ભાવસંબંધી અને કાળસંબંધી વિશેષતાઓને ઉદાહરણ આપી સ્પષ્ટ કરવામાં આવી છે, તેમ ક્ષેત્રસંબંધી અને દ્રવ્યસંબંધી