________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
પ્રત્યે ઉપયોગ છે ને, તે ઉપયોગ ભગવાન પ્રત્યે છે માટે તે રાગ છે ને કષાય છે માટે તે અગ્નિ છે. (માટે તે અગ્નિ છે) આહાહા.. ભારે વાતુ એય... (જીહાં, જી... પ્રભુ)
એવી નિગ્રંથ સંયમ પ્રતિમા હૈ સો વંદને યોગ્ય છે આહાહા..... એ વજુભાઈ, બહું આવું, આવું કહેશો તો કોઈ આ ભગવાનની પ્રતિમાને માનશે નહીં, ઈ તો શુભરાગ આવે એ કાળે ત્યારે એનું લક્ષ હોય છે ઈ છે એટલી ભૂમિકા, બસ એટલું... (બરાબર) સમજાણું કાંઈ ? (બરાબર) બહુ જોર દેવા જાય તો દ્રષ્ટિમાંથી ખસી જશે.. સમજાણું કાંઈ?
દ્રષ્ટિનો વિષય જ નથી (બરાબર) પર્યાય, દ્રષ્ટિનો વિષય નથી તો વળી મૂર્તિને ભગવાન દ્રષ્ટિનો વિષય મંદિર ક્યાંથી આવ્યો ? નિર્મળ વીતરાગી પર્યાય, એ પણ દ્રષ્ટિનો વિષય નથી. (જી બરાબર) સમજાણું કિઈ ? (બરાબર) આહાહાહા... વાત એવી છે કે વસ્તુનાં ઘરની આ વાત છે. (બરાબર) સમજાણું કાંઈ ? (બરાબર) ? સો વંદને યોગ્ય એમ કહ્યું ને પાઠમાં શું ઈ વંદને યોગ્ય એમ છે ને પાઠ ? (છેને) એ વંદેણીયા ત્યારે એમાંથી એમ નિકળે કે આ જિન પ્રતિમાને મંદિરને વંદનીય નથી, નિશ્ચયથી વંદનીય છે જ નહીં ? આહાહા.... વ્યવહારનો અર્થ અભૂતાર્થનયથી, ઉપચારથી કહેવામા આવે, આવી વાત છે. એય, આહાહા....
જાનનેવાલા દેખનેવાલા શુદ્ધ સમકિત, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ, જાણવાવાળો દેખવાવાળો શુદ્ધ સમકિત, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ, બેયને શુદ્ધ ચેતન (બરાબર) શુદ્ધ નિશ્ચય સમ્યગ્દર્શન નિશ્ચય સ્વરૂપમાં કરતાં જે શુદ્ધ ચારિત્ર થાય નિગ્રંથ સંયમ સહિત ઐસા મુનીના સ્વરૂપ ઐસી હી પ્રતિમા હૈ (બરાબર) એ પ્રતિમા છે વીતરાગ ભાવ. (નિશ્ચયથી) ૨૮ મુળગુણ પ્રતિમા છે, એમ નથી કહ્યું આંઈ ? એનો વ્યવહાર છે ઈ જિન પ્રતિમા છે. એમ નથી કહ્યું એનો વ્યવહાર હો. ઓલો વ્યવહાર બહાર ગયો. વિકલ્પ છે ઈ જીન પ્રતિમા છે એમ નથી કહ્યું અહીંયા, (બરાબર) જિન એટલે વીતરાગ. વીતરાગ મારગ તો વીતરાગમાંથી શરૂ થાય છે (બરાબર)