________________
૨૬
સ્વતંત્રતાની પરાકાષ્ટા
એનો અર્થ ... એ તો જાણ્યા હુઆ, પણ એ જણાયો થકો, જણાઈ જાય છે એમ જણાય જાય છે એટલે સ્વ તરફની દ્રષ્ટિ છે ત્યાં એની પર્યાયમાં આ છે એમ જાણવું એ ત્યાં પડતું નથી. જાણવું પડે ક્યાં? એને જાણે છે એ તો અહાહા.....
જેમ કેવળજ્ઞાનમાં લોકાલોકને જાણે છે ? જાણવું પડે છે ? ઈ જ્ઞાનની પર્યાય જ પોતાની એવી છે કે પર સંબંધીનું પોતાનું જ્ઞાન ને
સ્વ સંબધીનું પોતાનું એને એકરૂપને પોતે જાણે છે. (બરાબર) સમજાણું કાંઈ ? (બરાબર) ભારે કામ ભાઈ!
પર્યાયને જાણવું એ પણ હજી વ્યવહાર છે (બરાબર) અહાહા.... સમજાણું કાંઈ ? (બરાબર) અને એ પર્યાય અને વીતરાગી પર્યાય અને દ્રવ્ય બેની સત્તા એક નથી. એક સામાન્ય સત્તા ઘરમ છે. અને એક વિશેષ સત્તારૂપ ધરમ છે. (જીહ) બે એક સત્તાપણે નથી. બેયની સત્તા ભિન્ન છે. (બરાબર) માટે ભિન્ન સત્તા માટે દ્રવ્ય, પર્યાયની કર્તા નથી. મોક્ષ મારગની પર્યાયનો પણ દ્રવ્ય કર્તા નથી (નવી) મોક્ષની પર્યાયનો દ્રવ્ય કર્તા નથી (બરાબર) અહાહા.... ભારે કામ ભાઈ (સત્ય વાત) સમજાણું કાંઈ ? (બરાબર) એય નેમીચંદભાઈ, આ બધું સમજવા જેવું છે આ (બહુ સરસ) અહી કહે છે (જી) મુનિ અંદર આત્માનું દર્શન આત્માનો સ્વ આશ્રય, પર આશ્રય જેટલો ભાવ છે એને તો પરદ્રવ્ય ગણીને અહીં પેલો જૈન મારગમાં ગણ્યો નથી. નિશ્ચય માર્ગમાં, પરમ સત્ય મારગમાં, વ્યવહારને ગણવામાં આવ્યો જ નથી. (બરાબર) સમજાણું કાંઈ ? અહાહા.... (બરાબર)
તેથી આચાર્ય શું કહે છે? “જીણ મગ્નદે એરિસા પડિમા’ જિન મારગમાં આવી પ્રતિમા કીધી છે (બરાબર) તિર્થંકરોએ અનંત કેવળીઓએ જિન મારગમાં સ્વરૂપની દ્રષ્ટિ, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપની રમણતા સંયમવાળી એને જિન મારગમાં જિન પ્રતિમા તિર્થંકરોએ કહી છે. (બરાબર પ્રભુ !) એય.... હૈ ! ઓલો વળી બીજો મારગ