________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
૨૭
ક્યાં ? એ જિન મારગ હશે? ઈ બીજો મારગ, ઈ જિન મારગ નિશ્ચય નહીં ઈ વ્યવહાર છે. ઈ જ્ઞાનમાં, જ્ઞાનની પર્યાય પોતાને જાણતાં ઈ છે એનું જાણવું પણ હારે પોતાને કારણે ઉત્પન્ન થઈ જાય છે. (બરાબર) એને ઈ જાણે છે. (વાહ રે વાહ) સમજાણું કાંઈ ? કેવળજ્ઞાની પોતાની પર્યાયને જાણે છે (બરાબર)
લોકાલોકને જાણવું તે અસદ્ભુત વ્યવહારનયનું કથન છે. (બરાબર) એય ભાઈ ! (જી હોં, બરાબર) એમ સમ્મદ્રષ્ટિ પોતાની પર્યાયને જાણે છે ઈ બરાબર છે, સદ્ભુત વ્યવહારનયે અહાહા.... પણ દોષને જાણે છે એ અસભૂત વ્યવહારનય છે. (બરાબર) સમજાણું કાંઈ? (બરાબર) માર્ગ એવી ચીજ છે કોઈ. સમજાણું કાંઈ ? (બરાબર) શ્રીમદ્દે કહ્યું છે કે :
“નહીં તું કે ઉપદેશને, પ્રથમ લે ઉપદેશ
સબસે ન્યારા આગમ હૈ “વો જ્ઞાનીકા-દેશ” એય... (જીહાં... કઈ નયથી છે એ જાણવું તો પડે ને?) જાણવાની તો વાત કીધીને એના હારું, કહેવાય તો છે, આ તો બોધપાહુડ છે ને આવી પ્રતિમાને જાણ એમ છે અહી પાઠ (બરાબર) બોધનો અર્થ જિન છે (જી, હ) આવી પ્રતિમાને જાણ એમ કહે છે આહીં (બરાબર)
ઓલી પ્રતિમા કે ઈ તો વચ્ચે હોય, એનું જ્ઞાન પણ પોતાનું જ્ઞાન છે. (બરાબર) સમજાણું કાંઈ ? (બરાબર) એવી વાત છે જરી, કહે છે (જી) “દર્શનજ્ઞાન શુદ્ધ નિર્મળ ચારિત્ર જીનકે તિનકે સ્વપરા’ સ્વ-પરા,
સ્વ નામ અપની અને પરનામ શિષ્યની બેયની વીતરાગ ભાવરૂપ આ પડીમા છે. તેને જિન પ્રતિમા જિન મારગમાં કહી છે. (બરાબર) કહો. આ બધું આ દેરાસરને, મંદિરને.... આ શું આ, બધો વ્યવહાર છે. અવસ્તુ છે. સ્વવસ્તુની અપેક્ષાએ અવસ્તુ છે. (બરાબર) સમજાણું કાંઈ? (જી, પ્રભુ) અહાહા.... જેમ સ્વદ્રવ્યની અપેક્ષાએ ભગવાન પરમાત્મા પોતે અવસ્તુ છે. (જી હીં) એમ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ આસવ