________________
સમાધિ-સાધના
જોઈએ. આ ખાસ લક્ષમાં રાખશે. બધા સામાયિક કરે છે પણ પૂણિયા શ્રાવકનું સામાયિક વખણાયું. તેમ ભાવ ભાવમાં ફેર છે. સાધુને હમેશાં સમતા હેય. આનું નામ ચારિત્ર, સમભાવ. સાધુ બધેય આત્મા જુએ–સિદ્ધ સમાન જુએ. થઈ રહ્યું-આટલું સમજાય તો થઈ રહ્યું.
પરમ કૃપાળુ દેવે અમને કહ્યું હતું, આત્મા જુઓ. માની લીધું થઈ ગયું દ્રષ્ટિમાં ઝેર છે તેથી બીજું દેખાય છે. તે સત્ છે. તે પરમાનંદરૂપ જ છે, એવો નિશ્ચય હોય તે બાકી રહે? આ તે બધી સાતા વેદની છે. સુખ ન હોય. સુખ તે આત્માનું છે, તે સાચું. તમને બધાને ભાવ, પરિણામ કરાવવાં છે. ચૂંટી ખણીને જગાડે છે. હમણાં મનુષ્ય ભવ છે, અહીં સમકિત થાય તેવું છે. પછી ક્યાંથી લાવશે ? જેમ કે ધન સંતાડે છે તેમ સમભાવરૂપી ઘન રાખી મૂકે. તેમાંથી બધું મળશે.
શરીર ઘણું થઈ પડયું છે. તેની ખબર લેવાય છે. ખરેખરી રીતે તે તે દુશ્મન છે, તે જાણવું જોઈએ. લૂંટમલૂંટ લેવાનો વખત આવ્યો છે તેનો અર્થ એ કે ભાવ કરવા, આત્માના ભાવ કરવા. “શરીર નહીં તે નહીં, એવું થવું જોઈએ. તેને ઝેરરૂપ ગણ્યા વિના બીજે ઉપાય નથી. બધા જ્ઞાનીઓએ એમ જ કર્યું છે.–આ તે ચમત્કાર છે, ચમત્કાર ! બધામાંથી ઊઠાડી આત્મામાં ભાવ કરાવ્યો છે.
“મારું નથી તેને “મારું” કરવા ફરવું નહીં. તે થવાનું નથી. જે કરવાનું છે તે આજે કહી દઉં છું. સમજ. વધારામાં કહેવાનું–ભાવ. ચેટ થવી જોઈએ. પરિણામ, ભાવ કરતાં કરતાં તે ફળીભૂત થશે. આ સંબંધ છે તે શું તે નથી? છે જ.