________________
સમાધિ-સાધના બૈરાંને ઘણી સાંભર સાંભર થાય છે, તેમ આત્મા સાંભર સાંભર થવું જોઈએ, આ તે એને ભૂલી જ ગયે છે. એને લઈને આ બધું છે. એ ન હોય તે કંઈ નથી. છતાં તેને સંભારતેય નથી.
મરે પણ ફરે નહીં એવી શ્રદ્ધા છે, છતાં ઉદય હોય.
કરવાનું શું છે? સમજ. કામમાં શું આવશે? સમજ. દેહ તે ઘરડે થતું જશે. અમારે દેહ જુએ. કાન આંખ અત્યારે કામમાં આવતાં નથી. તેથી શું થયું ? જી હેય તે કામમાં આવે. પૂંજી કરી લેવી. તે સમજ છે. દેહ છે તે જ રહેશે પણ સમજ જતી રહેવાની નથી. ભાવ હતા તે ઉઠાડી જ્યાં કરવાના છે ત્યાં કરવા. સમજ પ્રમાણે ભાવ થશે.
કર્મ તે છૂટી જ રહ્યાં છે. વિકલ્પ કરીને જીવ બીજાં નવાં કર્મ બાંધે છે. નહીં તે છૂટી જાય. માંદા પડવાનું, મરવાનું કર્મને લઈને છે. આવ કો કર્મ આવતાં નથી. જા કો જતાં નથી. છૂટવાને ઉપાય સમભાવ છે. કર્મનાં પોટલાં છે તેને જીવ મારાં મારાં કરી ગ્રહી રાખે છે. તેથી કહ્યું છે, તારી વારે વાર. તું મારું માનવું મૂકી દઈશ તે કર્મ પાછળ પડી વળગતાં નથી. તું જ ભેગાં કરવા દેડ કરે છે.
બધું ખોટું છે. તેમાં મારું માની શાને રુએ છે? દુઃખરૂપ છે તેમાં સુખ ક્યાંથી હોય ? આત્મામાં દુઃખ છે? પછી શાને બીએ છે? વેદની આવી હોય તે જોયા કર, સમકિતી તેને શાતા માને છે. તે શું કરે છે? જોયા કરે છે. તેનામાં શું આવ્યું? સમજ. સમજ્ય છૂટકે છે. જ્ઞાનીને ગમ્મા જેમ નાખે તેમ સમ્મા. તે શું? જ્ઞાની જેમ છે તેમ