________________
સમાધિ-સાધના
૬૯
અહીં આત્માની વાત છે. આ વાત જુદી જ છે. આત્મા અરૂપી છે. આંખે દેખાય તેમ નથી. જ્ઞાનવૃષ્ટિથી દેખાય તેમ છે. તે ન થાય ત્યાં સુધી શ્રદ્ધા રાખવાની છે કે મને મારે આત્મા દેખાતું નથી પણ તે છે, જ્ઞાનીઓએ જે તે મારે આત્મા છે. જોતાંની સાથે રૂ૫ દેખાય છે, પણ આત્મા છે તે આંખે જોઈ શકે છે. માટે પહેલે આત્મા જે. દેખાય છે તે તે જડ છે; આત્મા નથી.
ફેરવવાનું શું છે? સમજણ. જનક વિદેહીને શું ફર્યું હતું? સમજણ. નગરી બળતાં મારું કંઈ બળતું નથી. એમ સમજણ ફેરવવાની છે. બીજું બધું છે તે પડી રહેવાનું છે.
- શ્રેણિક રાજાને અનાથી મુનિને બંધ થયે. સમજણ ફરી. મારું મનાતું હતું તે મારાપણું મટી ગયું. બાકી બધું રાજપાટ, વૈભવ, સ્ત્રી વગેરે જે પ્રારબ્ધ હતું તે પ્રમાણે રહ્યું.
સમકિત ક્ષાયિક કરવાનું છે. આત્મા આત્મામાં છે. કર્મ કર્મમાં છે. પાણી મેલું થયું તેથી પાણી અને મેલ એક નથી. સોનું ગમે તેટલું તપે પણ તે સોનું છે. ગમે તેટલા કર્મના ઉપસર્ગ આવે પણ આત્મા તે આત્મા છે. સંબંધથી વેદના જણાય; પણ સંબંધ તે સંબંધ છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર' નામ પાડ્યાં છે, પણ વસ્તુ એક જ છે. આત્મા સિવાય જેનાર જાણનાર કેણ છે ? દુનિયામાં સ્થિર કેણ છે? મરે નહીં, ઘરડે થાય નહીં તે આત્મા છે. કોઈ કહે આ મરી ગયે, પણ આત્મા મરતે નથી, દેહ પડી જાય છે.
આત્મા જાણે છે જ નહીં તેવી રીતે તેને વિસારી દીધે