________________
( ૬ ) પરિણામ, ભાવ એ આપણી પાસે મૂડી છે. તે શુદ્ધતા પામે તેવાં નિમિત્તે સત્સંગ, સધ આરાધવાં.
મરણની વેદની પ્રસંગે બે સાંભરી આવે તે કામ થઈ જાય.
સત્સંગ અને બોધ એ મોટી વાત છે. તેની ઈચ્છા રાખવી. તેથી સમજણ આવે છે. સાચી પકડ થાય છે. સમભાવથી મેક્ષ થાય છે. સત્સંગ, બોધથી સમભાવ આવે છે.
વાત સમજણમાં છે. સમજ આવે અને ધ્યાનમાં લેવાય ત્યારે આત્માની વાત સમજાશે. આત્મા પ્રત્યક્ષ કરે છે. જ્ઞાનીને પ્રત્યક્ષ છે.
ભાવથી કલ્યાણ થવાનું છે. ભાવ મોટી વાત છે. આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” આત્મા તે જ ગુરુ છે. નિશ્ચય ગુરુ પિતાને આત્મા છે, એના સામે દ્રષ્ટિ નથી આવી, ભાવ નથી આવ્યો. આવે તે કામ થઈ જાય.
માટે સમાગમ, સત્સંગ, બોધ- એ મેળવવાની કામના રાખવી. એની ભાવના રાખવી.
એક આડું આવે છે શું? તે કે પ્રમાદ, નિમિત્ત નથી બનાવતે તે. અહીં આ નિમિત્ત જેડ્યું તે આ વાત થાય. એક આત્માને સંભારી આપે. એની કાળજી લેવી જોઈએ. સૌથી શ્રેષ્ઠ બેઘ છે. સાંભળ સાંભળ કરે તે સંગ એવે રંગ લાગશે જ..
કેઈ કહેશે રેજ આની આ વાત કરે છે. હા, તેમજ છે. અમારે સની પકડ કરાવવી છે. ચેટ કરાવવી છે.