________________
( ૭ ) અનાદિને અભ્યાસ છે તેથી વિસ્મૃત થઈ જાય, પણ સમજ બીજી હેય તે કામ થઈ જાય.
મુમુક્ષુ–તેવી સમજની સ્મૃતિ રહેતી નથી.
પ્રભુશ્રી–બથ જોઈશે. બેધ હશે તે હથિયાર મૂઠીથી પકડાય તેવું થશે. નહીં તે હાથ કપાઈ જાય. સંવરથી આસ્રવ રેકાય છે. સંવર તે આત્મા. આત્મા સત, જગત મિથ્યા. આત્માની યથાર્થ વાત થતી હોય ત્યાં ગમે તે ભેગે જવું. કેડી માટે રતન ન ગુમાવ.
આ જીવને સત્સંગ અને બેધની જરૂર છે. આત્માની વાત બીજે સાંભળવા નહીં મળે. તે સાંભળવાથી મન બીજે ભટકતું અટકી જાય છે. પાપ સંક્રમણ થઈ પુણ્ય થાય છે. તે બધાનું કારણ ભાવ ફરે છે તે છે. મન બીજે ભટકતું અટકી જાય છે એટલે હજારે ભવ અટકી જાય છે.”
–શ્રીમદ્દ લઘુરાજસ્વામી ઉપદેશામૃત આમ જ્ઞાની પુરુષને જે બેધ સમાધિ સાધવા માટે અત્યંત ઉપયોગી થાય તે છે તેનું શ્રવણ, મનન, પરિશીલન આજથી જ વધારી દેવું જોઈએ. આજે જ મરી ગયા છીએ એમ મરણને જ સંભારી, જ્ઞાનીને આત્મજાગૃતિપ્રદ બેથી પિતાના સહજ આત્મસ્વરૂપની ઓળખાણ કરી, નિશ્ચય કરી, અડાલ શ્રદ્ધા કરી, જ્ઞાનીએ જાણ્યું એવું એક નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપ તે જ પિતાનું અજરામર શાશ્વત આનંદધામ છે, તેમાં જ પ્રીતિ, પ્રતીતિ, રુચિ, રમણતા, તેની જ સતત ભાવનાના અભ્યાસથી પિતાના આત્માને નિર્ભય બનાવી, મૃત્યુ મહત્સવરૂપ થાય એ અભ્યાસ સતત રાખવો જોઈએ.