________________
સમાધિ–સાધના
આત્મા જેવો. શ્રેણિક રાજાને અનાથી મુનિ પાસેથી આ જ પકડ થઈ હતી, પરમ કૃપાળુ દેવે અમને તે કહ્યું હતું. તેમાં પોતે પણ આવી ગયા, એમ કહ્યું હતું અને તે પકડ થવાથી પડદો દૂર થઈ ગયા. મીઠી વીરડીનું પાણી તરસ છિપાવે છે. ખારે સમુદ્ર આખે ભલે હોય, પણ કંઈ કામને નથી.
જ્ઞાનીએ જ છે તેવા આત્માની ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આત્મા જેવાણે હોય તે જ્ઞાન કહેવાય. અન્યને પિતાનું માનવું અને પિતાને ભૂલી જવો, છે બીજું અને જેવું બીજું, એ ભૂલ નહીં? આત્મા વગર આ બધું જોવાય ? માટે એને જુઓ. એના ઉપર ભાવ થાય તે તરત પરિણમે જ. એ જ જીવને કાળજી રાખવાની જરૂર છે. એને સંભારવો, સ્મરણમાં યાદ લાવવો, એમાં ને એમાં ચિત્ત રાખવું. આ જ કર્તવ્ય છે. ચેતવા જેવું છે. દેગે છે, આ બધું સાચું નથી. માયાની રેશની અસલ નથી. બનાવટ છે. પતંગ રંગ છે, મજીઠને નથી. જીવને સમજણ હેય તે મજીઠને રંગ લાગે. આ કર્તવ્ય છે. કર વિચાર તે પામ. વાત ચમત્કારિક છે.
છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ
નહિ ભક્તા નું તેહને, એ જ ધર્મનો મર્મ. જેને દેહાધ્યાસ છૂટ્યો તે કરે છે છતાં નથી કરતા, ખાય છે છતાં નથી ખાતા, બોલે છતાં નથી બેલતા, ભેગવે છે છતાં નથી ભેગવતા–આ આશ્ચર્ય તે જુઓ ! ત્યારે એને ભેદજ્ઞાન થયું ને? છે જગતમાં અને જગતમાં નથી, છે દેહમાં અને દેહમાં નથી! એ સમજણમાં ફેર પડી ગયે ને!