________________
સમાધિ-સાધના
૪૯ વિષે સ્થિર થાય, રમણતા કરે, તે જ નિશ્ચયથી પરમ ઉત્કૃષ્ટ ધ્યાન છે.
૨૩. આમધ્યાન
આ નમઃ સર્વ વિકલ્પનો, તર્કને ત્યાગ કરીને મનનો . વચનને ! કાયાને ઈન્દ્રિયને
જય કરીને આહારને નિદ્રાને છે
નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિતવના ન કરવી. જે જે તર્નાદિ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં.
૨૪. સ્વાધ્યાય-ધ્યાન હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે.
જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી... | સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.